પંજાબના આ ખેલાડીએ ખાધી એવી રાક્ષસી છીંક કે ખાતાની સાથે જ ખેલાડીઓ તાસના પત્તાની જેમ વખેરાઈ ગયા, જુઓ મજેદાર વીડિયો

દેશભરમાં હાલ આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હવે પ્લેઓફની રેસમાંથી કેટલીક ટીમો બહાર થઇ ગઈ છે તો ઘણી કેટલીક ટીમો માટે હજુ પણ આશાઓ દેખાઈ રહી છે, જેમાંથી એક છે પંજાબ સુપર કિંગ્સ. આ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ હજુ પણ જીવંત છે, ત્યારે હાલમાં જ પંજાબ સુપર કિંગ્સની ટીમનો એક સુપર વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પંજાબ કિંગ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો છે.આ વીડિયોને જેને પણ જોયો તે પેટ પકડીને હસી રહ્યા છે. પંજાબ કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા ખુલ્લા છે પરંતુ સંઘર્ષ ઘણો મોટો છે. સોમવારે પંજાબ કિંગ્સ પણ દિલ્હી સામે પોતાની મેચ રમવાની છે, તેથી તે પહેલા ટીમના ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

પંજાબની ટીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 10 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે પંજાબ કિંગ્સના ખેલાડીઓ ઓડિયન સ્મિથની એક છીંક આવતાં જ ધડાધડ પડતાં જોવા મળે છે. સ્મિથ આરામથી અંદર જાય છે અને પછી આગળ આવે છે અને ભારે છીંક ખાય છે. પછી સામે ઊભેલા બાકીના ખેલાડીઓ એક પછી એક પડતાં જ રહે છે. જોકે યુઝર્સે પંજાબની જ મજા માણી હતી. પંજાબના પ્રશંસકોએ કહ્યું કે જેમ અહીં ખેલાડીઓ પડી રહ્યા છે તેવી જ રીતે તમારી વિકેટ પણ પડતી રહે છે.

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પ્લે-ઓફમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખવા માટે સોમવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં એકબીજાને હરાવવા પર રહેશે. બંને ટીમો વર્તમાન સિઝનમાં અત્યાર સુધી સતત બે મેચ જીતી શકી નથી અને બંને ટીમો બીજી મેચ હારવાની સ્થિતિમાં નથી.

પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે અને તેનો નેટ રન રેટ +0.023 છે. દિલ્હીની ટીમના પણ 12 પોઈન્ટ છે પરંતુ +0.210ના સારા નેટ રન રેટ સાથે, ટીમ પાંચમા સ્થાને છે, જે બે કે તેથી વધુ ટીમો પાસે સમાન પોઈન્ટ હોવાના કિસ્સામાં તેને ફાયદો આપી શકે છે. અગાઉની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટની જીત બાદ, દિલ્હી કેપિટલ્સ વધુ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ઉતરશે જ્યારે પંજાબ કિંગ્સે પણ તેની અગાઉની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું.

Niraj Patel