લેખકની કલમે

એ મારતો હતો , અને હું માર સહન કરતી હતી.. દર્દ થતો હતો…તો પણ હું ચૂપ હતી…માં અને દીકરીની સ્ટોરી વાંચો

એ મારતો હતો , અને હું માર સહન કરતી હતી.. દર્દ થતો હતો…તો પણ હું ચૂપ હતી…,
એનો હાથ મારા ગાલ પર ખૂબ જોર થી ચળી આવ્યો….મારા મોઢા માંથી દર્દ ભરેલ ચીસ નીકળી…ત્યાં જ મેં મારા મોઢા પર હાથ રાખી એને દબાવી દીધી….મને ડર હતો ક્યાંક મારી દીકરી મને એ હાલત માં ન જોઈ લે…. અંતે એ થાક્યો…, મારો પતિ ,રમેશ મને ઢોર માર મારી થાક્યો…..મારો ઉપર ચઢેલ જીવ નીચે ઉતર્યો…

એ સોફા પર સુઈ ગયો….અને હું ત્યાં ખુણા માં જમીન પર ચૂપ ચાપ બેઠી રહી.

મારી ડાબી આંખ માં વધુ દર્દ થતો હતો…હોઠ પર આંગળી ફેરવી ત્યારે તેમાં થી નીકળતું લોહી મારી એ આંગળી માં લાગી ગયું…..મેં એને મારા ડ્રેસ ના કુર્તા માં લૂછી નાખ્યું…..

રાત વીતતી રહી….મારા આંશુ સુકાતા ગયા, આંખો નીંદર માં ઘેરાતી ગઈ…., દર્દ ધીરે ધીરે ઓછો થતો ગયો…..

સૂરજ ની પહેલી કિરણ મારી આંખ પર પડી…મારી નીંદર ઉડી…., મને લાગેલ ઘા પર દર્દ બિલકુલ ઓછો થઈ ગયો હતો….
હું જમીન પર થી ઉભી થઇ….મારા રૂમ માં પહોંચી…મેં અરીસા સામે જોયુ, મારા ઘા પર સફેદ કલર નું મલમ લગાડેલ હતું….

હું દોડી મારી દીકરી 21 વર્ષ ની દીકરી આશા ના રૂમ માં પહોંચી…..

પહોંચતા જ મેં જોયું એ બાલ્કની માં ઉભી ઉભી બહાર જોતી હતી….એ આઝાદી ને મહેસૂસ કરતી હતી….ખુલ્લા આકાશ માં પોતાની જગ્યા બનાવતી હતી,….પક્ષી પાસે થી પાંખ ચલાવા નું હુન્નર શીખતી હતી….ફૂલો પાસે થી થોડી સુગંધ પોતાની અંદર લાવતી હતી….

મારા એના રૂમ પાસે આવવા નો અવાજ સાંભળી એ પાછળ ફરી….મેં એની આંખો માં જોયું….એની આંખો માં મારા પ્રત્યે દયા નહતી…પણ એક અલગ પ્રકાર ની ઈજ્જત દેતી હતી…
હું કંઈ બોલું એ પેહલા એને મને બેડ પર બેસાડી…. અને મારા ખોળા માં માથું રાખ્યું…

મેં એના માથા પર હાથ ફેરવ્યો , ત્યાં જ એ રડતા અવાજ માં બોલી, “મમ્મી મને ખબર છે કે તમે મારા માટે ઘણું સહન કર્યું છે, હું જન્મી ત્યાર થી તમે મારા માટે તમારા પતિ સામે લડ્યા છો, હું એને તમારો પતિ કહીશ કારણકે એ પાપા કેહવા ને લાયક મનુષ્ય નથી, હું જન્મી ત્યારે જ એ મને મારી નાખવા ના હતા, પણ તમે મારી જાન બચાવી , મને ભણાવી , હું નાની હતી ત્યારે વિચારતી કે તમે મને તમારા થી દુર હોસ્ટેલ માં કેમ મોકલી , પણ જયારે હું દસમા ના વેકેશન માં ઘરે આવી ત્યારે મને ખબર પડી કે એ માણસ તમને દરરોજ ટોર્ચર કરે છે, મારે છે , ગાળો આપે છે, પણ તમે ચૂપ ચાપ સહી લો છો.
હું બસ એ જ વિચારતી હતી કે કેમ ? કેમ તમે આ સહન કરો છો, પણ ધીરે ધીરે મને સમજાયું , આ બધું તમે મારી માટે કરતા હતા, એ માણસ મારા ભણતર ની ફી ચૂકવતા હતા , જો તમે એની સામે અવાજ ઉઠાવો કે વિરોધ કરો તો એ મારા ભણવા નો બોજ ન ઉપાડત.

અને તે દિવસ થી મેં વિચારી લીધું હતું કે હું તમને આ ટોર્ચર થી છુટકારો અપાવીશ.”

એમ કહી આશા આંસુ લૂછી ઉભી થઇ, બેગ માંથી કંઈક કાગળિયા લઈ આવી અને મારા હાથ માં મુક્યા.
મેં એ કાગળિયા ખોલ્યા, એ ડિવોર્સ પેપર હતા , હું એ જોઈ બિલકુલ સુન્ન થઈ ગઈ ,”આશા આ……” બસ આટલા શબ્દો માં એને મારી વ્યથા સમજી અને બોલી ,”મા ,આ તમારી આઝાદી ના કાગળિયા છે , મને જોબ મળી ગઈ છે, કંપની તરફ થી ઘર પણ મળ્યું છે, અને સેલેરી પણ ખૂબ સારી છે , ચાલો મા આપણે હવે આપણી જિંદગી આપણી રીતે જીવીએ , ચાલો.”

મારી દીકરી નો મારા પ્રત્યે આટલો પ્રેમ જોઈ મારી આંખો ભરાઈ આવી , 21 વર્ષે મારી દીકરી એ આટલું બધું કર્યું, બસ મારી માટે થઈ ને….

મારી મન ની વાત સાંભળતી હોય એ રીતે તુરંત આશા બોલી ઉઠી ,”તમે મારી માટે જેટલું કર્યું છે એની સરખામણી માં આ કાંઈ ન કહેવાય મમ્મી.”

હું એને ગળે વળગી પડી અને રડવા લાગી, ત્યારે એને મને શાંત કરાવી, એવી રીતે કે જાણે કોઈ મા એના ડરેલ છોકરા ને શાંત કરાવતી હોય.

એનો સહારા અને સાથ એ મારી હિંમત વધારી, અને મેં ડિવોર્સ પેપર માં સહી કરી,
અને મારા ક્રૂર પતિ ને એ પેપર દીધા, ત્યારે એના એ શોક વાળા એક્સપ્રેશન જોઈ આશા હસી પડી.

એ કાંઈ સમજે એ પેહલા અમે મા દીકરી અમારો સમાન લઈ નીકળી પડ્યા, ત્યાં જ એ પાછળ થી બોલ્યો , “તું આવી રીતે ન જઈ શકે, આ તારી દીકરી ને ભણવા ની પાછળ મેં જે ખર્ચા કર્યા છે એ રૂપિયા મને પાછા જોઈ , નહીં તો હું કોર્ટ કેસ કરીશ ”

મને ડરાવવા એ બોલ્યો ત્યાં જ આશા એ મારો હાથ પકડ્યો ,
અને એની પાસે જઈ બોલી ,” કર્જા તો તમારી માથે છે , આ મારી મા ને પહોંચાડેલ શારીરિક અને માનસિક ઇજા અને ટોર્ચર વિશે જો મેં કોર્ટ કેસ કર્યો તો તમે પાયમાલ બની જશો, એટલી એલેમની લેશું તમારી પાસે થી, સારું એ જ રહેશે કે ચુપચાપ તમે તમારી જિંદગી જીવો અને અમારી.”

આટલું કહી આશા મારો હાથ પકડી અને ચાલવા લાગી , હું એની પર ગર્વ અનુભવતી એની સાથે ચાલવા લાગી, ન મેં પાછળ ફરી ને જોયું કે ન તો આશા એ.

આજે મને મારી દીકરી પર ગર્વ છે .

દીકરી હોય કે દીકરો ક્યારેય કોઈ વચ્ચે ફર્ક કરવો નહીં

(અહીં આશા એ અંત સુધી એના પાપા ને તું કહી ક્યારેય નહીં સંબોધ્યા , કારણકે એના પિતા એ જો એને ભણાવી જ નહોત તો એ એની મા માટે આ કાંઈ કરી ન શકત. મા બાપ જેવા હોય પણ ક્યારેય એમની રિસ્પેક્ટ કરવા નું ભૂલવું નહીં.)

લેખક – મેઘા ગોકાણી

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!