ખબર

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન વધારવાની વાતને લઈ આપ્યું મોટું નિવેદન

હાલ કોરોનાએ સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાનો વિષય બન્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આજે 2 મુદ્દે સ્પષ્ટતા કરી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કોરોનાને પહોંચી વળવા માટે સરકાર વધારે સારુ કરી શકે છે એ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બીજા લોકડાઉન મુદ્દે સ્પષ્ટતા કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી. રાજ્ય સરકારે તો લોકોની આવક થાય તે માટે છૂટછાટો આપી છે પરંતુ લોકોએ સરકારે આપેલી છૂટછાટોનું શિષ્ટપૂર્વક પાલન કરો એ જરૂરી છે.”

Image Source

લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે.ગુજરાતમાં ફરી લોકડાઉન થવાનું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાત માત્ર અફવા છે. કોરોનાના ટેસ્ટને લઈને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે આરોગ્ય વિભાગ તરફથી અમદાવાદના 10 નિષ્ણાંત ડોક્ટરોની નિમણુક કરી છે. બધા જ ડોક્ટર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાંત છે અને તે ડોક્ટર કોરોના સામે લડવા માટે સરકારને મદદ કરી રહ્યા છે. ડૉક્ટરોની કમિટીએ કરેલી ભલામણોને આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની કોર કમિટી સાથે બેઠક થઇ હતી.

Image Source

જે લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની ઈચ્છા હોય એવા લોકોની માંગણી હતી કે ટેસ્ટ કરવાની વ્યવસ્થા વધારે સારી રીતે બનાવવામાં આવે. આ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવામાં આવે. અમદાવાદના એમ.ડી ડોક્ટરો કે તેના ઉપરના ડોક્ટરો 1400 જેટલા ડોક્ટરો કે જેવો ખાનગી પ્રેક્ટિસ કરે છે. ડોક્ટરને એવું લાગશે કે આ દર્દીમાં કોરોનાના લક્ષણ છે. તો એની માહિતી મુજબ સેમ્પલ લઈને તેનો કોરોના ટેસ્ટ થઈ શકશે. દર્દીનો ટેસ્ટ પોઝિટીવ આવશે તો સરકાર તરફથી તેને સારવારની સુવિધા આપવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.