ખબર

વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના ધ્વજ દંડ તૂટ્યો, સ્થાનિકના કહેવા અનુસાર-આ કોઈ મોટી ઘટનાનો સંકેત

છેલ્લા કેટલાક દિવસ કેટલાક દિવસથી વરસાદ ઘમરોળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યા પર મેઘ મહેરને કારણે પૂરની સ્થિતિની નિર્માણ થયું છે. વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભયભીત જિલ્લો દેવભુમી દ્વારકા થયો છે.

દ્વારકામાં 25 ઈંચ વરસાદ ખાબકતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકાવાસીઓને ચિંતા વરસાદની ના હતી પરંતુ બીજાની ચિંતા હતી.

Image Source

વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાના દ્વારકાધીશના મંદિરનો ધ્વજનો દંડ તૂટી ગયો હતો. મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ દંડથી તૂટી જવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે, આ કોઈ મોટી ઘટનાનો સંકેત છે. ધ્વજ દંડ તૂટી જવાના કારણે દંડને દોરડાથી બાંધવામાં આવ્યો હતો.

દ્વારકાના સ્થાનિક લોકો કહે છે કે, આ ધ્વજ દંડ તૂટવું એ કોઈ મોટી ઘટનાનો સંકેત છે. લોકમુખની વાત અનુસાર, દ્વારકાધીશના મંદિરનો ધ્વજ જ્યારે નમતો હોય તે સમયે કોઈના કોઈ મુશ્કેલી ઉત્પન થતી હતી પરંતુઆ ધ્વજ આખો તૂટી ગયો હોય કોઈ મોટી મુશ્કેલી આવવાની શક્યતા છે.

જણાવી દઈએ કે, 6 જૂલાઈના રોજ દ્વારકાધીશના મંદિરના શિખર પર લહેરાતા ધ્વજનો દંડના બે ટૂકડ થઇ ગયા હતા. રોજ ત્રણ વખત આ દંડને બદલવામાં આવે છે. દ્વારકાધીશના મંદિરમાં ફરકતો ધ્વજ 52 ગજનો છે. ધ્વજ ફાટી જવાથી અને તેનો દંડ તૂટવાથી લોકો ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

નોંધનીય છે કે, દરરોજ ભક્તો દ્વારા શીખર પર પાંચ ધ્વજા ચડાવવા આવે છે. પરંતુ ભારે વરસાદથી જગતમંદિરના શિખરનો ધ્વજા ચડાવવાનો દંડ વચ્ચેથી તૂટી જતા મુખ્ય દંડ ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી.

આ લખાય છે ત્યાં સુધીમાં આ ધ્વજદંડ પણ રીપેર કરી નાખવામાં આવ્યોછે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.