દેવભૂમી દ્વારકામાં ધુળેટી રમ્યા પછી એક ભૂલ કરી અને 5 વ્યક્તિઓના તડપી તડપીને થયું મૃત્યુ- માં બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો

દોસ્તો રંગોનો તહેવાર મતલબ કે હોળી-ધૂળેટી. 2020 માં આવેલી કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ ફેસ્ટિવલ ફિક્કો પડી ગયો હતો. હવે તો કોવિડ કેસ ઘટતા અને આપણી સરકાર દ્વારા તહેવારની ઉજવણી માટે છૂટછાટ આપવામાં આવતા આ વર્ષે સમગ્ર રાજ્યમાં લોકો ધૂળેટીના તહેવારની હર્ષોલ્લાસ સાથે એકબીજાને રંગ લગાવી ઉજવણી કરી રહ્યા હતા.

ત્યારે આ ઉજવણી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5, ખેડા જિલ્લામાં 2 અને મહિસાગર જિલ્લામાં 5 સહિત કુલ 12 વ્યક્તિના ડૂબવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનામાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેવભૂમી દ્વારકાના ભાણવડ બાજુ ત્રિવેણી સંગમ નદી આવેલી છે. અહીં 5 સગીર ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, એક પછી એક 5 સગીર નદીમાં ડુબ્યાની ઘટના સામે આવી છે. પછી સ્થાનિક લોકો અને પોલીસ પણ દોડી આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમે પણ રેસ્ક્યુ હાથધર્યું હતું.

ખેડા જિલ્લા બાજુ આવેલા વસો તાલુકાના ઝારોલ ગામે બે સગા ભાઈઓ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ધૂળેટી પર્વ પર બંને કિશોર ગામડાના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું છે. પછાડથી આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા. પછી સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જે બાદ પોલીસ દ્વારા બંને કિશોરોના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ બંને બાળકોની પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે યુવકોના મૃતદેહને બહાર હાઢ્યા હતા. પોતાના વ્હાલસોયા દીકરાઓની લાશ જોતા જ પરિવારોના સભ્યો આંક્રંદ કરી રહ્યા હતા. પોલીસે તમામના મૃતદેહોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

YC