દુઃખદ સમાચાર : રાજકોટ-પડધરી પાસે ભાજપના અગ્રણી નેતાનું રોડ અકસ્માતમાં થયું દુઃખદ મોત, પુત્રને પહોંચી ગંભીર ઈજાઓ

છેલ્લા થોડા સમયથી માર્ગ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આવા માર્ગ અકસ્માતની અંદર પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ગુજરાતમાંથી પણ ઠેર ઠેર આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ખબર રાજકોટથી આવી રહી છે, જ્યાં ભાજપના અગ્રણી નેતાનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. ગત રોજ સાંજે રાજકોટ નજીક પડધરી પાસે માર્ગ અકસ્માતમાં મનસુખ પરમારનું મોત થયું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મનસુખ પરમાર જિલ્લામાં હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. દ્વારકા જિલ્લા સતવારા સમાજના યુવા અગ્રણી એવા મનસુખ પરમારના મોતથી સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. તેમના પરિવાર પણ તેમના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ પરમાર દ્વારકા શહેરની પ્રતિષ્ઠિત હોટલ ધ દ્વારકાના માલિક હતા. આ ઉપરાંત મનસુખ પરમાર જિલ્લાભરમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હતા જેના કારણે પણ સમગ્ર જિલ્લામાં તેમના નિધનના કારણે ઊંડો શોક વ્યાપી ગયો છે.

મનુસખભાઈના નિધનથી તેમના પરિવારમાં પણ દુઃખનો મહિલા છવાયો છે. છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે ઘણા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે, ઘણા લોકોની બેદરકારીનો ભોગ પણ ઘણા માસુમ લોકો બનતા હોય છે.

Niraj Patel