ખબર

ગ્રીન ઝોનમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક સાથે નોંધાયા અધધ…કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 8 હજારથી વધુ ગયો છે. આ વચ્ચે ગ્રીન ઝોનમાં પણ કોરોનનો રાફડો ફાટ્યો છે.

Image source

દેવભૂમિ દ્વારકામાં એક સાથે મોડી રાતે 7 પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. અજમેર શરીફથી આવેલા મહિલાના સંપર્કમાં આવેલા 7 લોકોને પોઝિટિવ આવ્યા છે. એક સાથે 7 કેસ આવતા તંત્ર એલર્ટ પર રહ્યું છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 11 પર પહોચી ગયો છે.

Image source

ગુજરાતમાં ટોટલ કોવિડ 19 પોઝિટિવ આંકડો 8904 થયો છે. જેમાંથી 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 5091 દર્દીઓની હાલત સ્થિર છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 3246 અને મોતનો આંક 537 થયો છે. છેલ્લા 1 દિવસમાં નોંધાયેલ મોતની વિગત જોઈએ તો, અમદાવાદમાં 21 મોત, રાજકોટ-સુરત અને વડોદરામાં 1-1નાં મોત નિપજ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.