ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

કરોડના દાન વચ્ચે એથ્લેન્ટિક દૂતી ચંદે મહિલાઓ માટે વહેંચી આ જરૂરી વસ્તુ, લોકો કરી રહ્યા છે પ્રસંશા

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું અને આ લોકડાઉન ઘણું લંબાયું ચાલ્યું હોવા છતાં પણ કોરોના વાયરસનો ખતરો હજુ માથા ઉપર મંડરાયેલો જ છે. ત્યારે દેશમાં ઘણા લોકોને બે સમય જમવાની પણ તકલીફ પડી રહી છે, લોકડાઉનના કારણે વેપાર ધંધા બધું જ બંધ છે, જેના કારણે  રોજ કમાઈને ખાનારાંઓને પણ મુશ્કેલી થઇ રહી છે, આ પરિસ્થિતિને પહોંચી વાળવા માટે ઘણા લોકોએ કરોડોના દાન કર્યા, પરંતુ એથ્લેન્ટિક દૂતી ચંદે જે વસ્તુનું દાન કર્યું તેના વખાણ ચારેય બાજુ સંભળાઈ રહ્યા છે.

Image Source

દૂતીએ ઓડિશામાં પોતાના ગામ જજપુરમાં મહિલાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને 000 સેનેટરરી પેડ વહેંચાયા હતા. દૂતીના આ કામમાં કંધમાલના એમપી અચ્યુતા સમંતા અને કિસ ફાઇન્ડેશનના વાઇસ ચેરમેન વિક્રમાદિત્ય પણ મદદ માટે આવ્યા હતા.

Image Source

દૂતીએ એક ટ્વીટ કરીને ફોટો પણ શેર કર્યા હતા, એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે: “કોરોના વાયરસથી લડવા માટે દરેક પ્રકારની મદદની જરૂર હોય છે. એવામાં જમવાનું સૌથી જરૂરી વસ્તુ છે. પરંતુ આપણે એ ભુલકી જઈએ છીએ કે કેટલીક એવી વસ્તુઓની પણ લોકોને જરૂર હોય છે જેના વિશે તું ખુલીને કોઈ વાત નહિ કરે.”

મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ દૂતીએ કહ્યું હતું કે: “મહિલાઓના સ્વાસ્થ્ય માટે સેનેટરી પેડ ખુબ જ જરૂરી છે. પરંતુ ગામમાં આ સમયે આ બધું ઉપલબ્ધ નથી. મહિલાઓ તે વસ્તુની ખોટ માટે કોઈ સાથે વાત પણ નથી કરી શકતી, એટલું જ નહિ આ સમયે સેનેટરી પેડ ખરીદવું પણ તેમની ક્ષમતાની બહાર છે. કારણ કે તમેની પાસે કમાણીનું કોઈ સાધન પણ નથી અને તેમની પાસે હાલમાં જે પણ પૈસા છે તેનો ઉપયોગ તે ખાવા માટે કરી રહ્યા છે.  સેનેટરી પેડના એક પેકેટની કિંમત 50થી 60 રૂપિયા છે જયારે ગામમાં મોટાભાગે દવાની દુકાનો પણ બંધ છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.