અજબગજબ ખબર

ખોદકામ દરમિયાન મળ્યો ખજાનાથી ભરેલો ઘડો, લોકોએ ભૂતના ડરથી જમીનમાં દબાવી દીધો હતો

ઘણીવાર ઘણી જગ્યાએ આપણે જોયું હોય છે કે ખોદકામ દરમિયાન ઘણી એવી વસ્તુઓ મળી આવે છે જે અચરજ પમાડે, ઘણા જુના ઘરમાંથી પણ એવી કિંમતી અને જૂની વસ્તુઓ મળી આવતી હોય છે, આવી જ એક ઘટના ઝારખંડના પલામુ જિલ્લામાંથી બહાર આવી છે, જ્યાં ખોદકામ દરમિયાન એક તાંબાના પાત્રમાંથી 600 જેટલા જુના ચાંદીના સિક્કાઓ મળી આવ્યા છે.

આ ખજાનો પલામુ સ્થિત પંકીના નૌડીહા ગામમાંથી મળી આવ્યો છે. અહીં શનિવારે બપોરે 3 વાગ્યે ગ્રાઉન્ડ સમતલ કરવાના કામ દરમિયાન સિક્કાથી ભરેલો ધાતુનો ઘડો મળી આવ્યો હતો. તે ઘડાને મુગલકાલીન ઘડા તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. બાતમી મળતાં ટાંકી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘડો અને સિક્કા બંને કબજે કર્યા હતા.

Image Source

મળતી માહિતી પ્રમાણે આ ઘડામાં 500-600 સિક્કા છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા સૂચવેલા આંકડા આપવામાં આવ્યા નથી. ઘડો મેળવ્યા બાદ સિક્કાઓ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી હતી કે ગ્રામજનો દ્વારા ઘડામાંથી સિક્કા બહાર કાઢવામાં નથી આવ્યા.

Image Source

ગામના લોકોએ આ બાબતે જણાવ્યું છે કે આ ઘડો ઘણા દિવસથી એમ જ પડી રહ્યો હતો, વરસાદ આવવાના કારણે તેના ઉપરથી માટી ખાંસી ગઈ જેના કારણે તે સ્પષ્ટ દેખાવવા લાગ્યો, ગામના લોકો ભૂત સમજીને તેની પાસે જતા નહોતા.

Image Source

ગામ લોકોએ ભેગા મળીને જયારે આ ઘડાને ખોલ્યો ત્યારે તેની અંદરથી ચાંદીના ઘણા સિક્કા નીકળ્યા હતા, ત્યારબાદ તેની જાણકારી પ્રસાશનને આપવામાં આવી હતી.