કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

બિમારી-ભય-પાપનો સમૂળગો નાશ કરનાર દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું! વાંચો અહીં ક્લીક કરીને

“હે માતા! તું જ પ્રકૃતિના ત્રણ ગુણ (સત્ત્વ, રજસ અને તામસ) ઉત્પન્ન કરનાર છો. તું જ ભયાવહ કાળરાત્રી છે, તું જ મહારાત્રી પણ છે અને તું જ મોહરાત્રી પણ છે!”

જગતના સર્જનહાર જેને માનવામાં આવે છે એ બ્રહ્મા પોતે ઉપરની સ્તુતિ જગદંબા માટે કરે છે! દુર્ગા સપ્તશતીનો આ શ્લોક છે. નવરાત્રીમાં માતાની પૂજા માટે, માતાની કૃપા માટેનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત ‘દુર્ગા સપ્તશતી’ને માનવામાં આવે છે. એમાં રહેલા મંત્રોનું જો પરમશક્તિની ઉપાસનાના પવિત્ર ભાવે યથાર્થ રટણ કરવામાં આવે તો બેડો ખરેખર પાર થાય છે.

Image Source

‘દુર્ગા સપ્તશતી’ છે શું? 

આમ તો સાધકો નોરતામાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા જ હોય છે. એટલે વધારે કશું કહેવાની જરૂર નથી પણ ઘણા લોકોને ખ્યાલ ના હોય એ માટે ટૂંકો પરિચય તો કરવો રહ્યો. દુર્ગા સપ્તશતી એ માર્કંડેયપુરાણનો એક ભાગ છે. કુલ ૭૦૦ શ્લોક એમાં આવેલા છે. આ શ્લોક એ મતલબના છે કે, જગતની તમામ આસુરી શક્તિઓ પર સભ્ય લોકોની સંગઠીત શક્તિ વિજય મેળવે. જે ભાગલાવાદી, રાષ્ટ્રદ્રોહી, ધર્મદ્રોહી અને દુર્બળોનું દમન કરનારા છે એમનો સર્વનાશ થાય અને સદાય માટે દૈવી સંસ્કૃતિનો વિજય થાય. દુર્ગા સપ્તશતીને ‘દૈવી માહાત્મય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં એ પણ જાણી લેવું જરૂરી છે કે, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાની સાચી રીત શું છે? કઈ બાબતોની ખાસ જાણકારી આ પાઠ કરતી વખતે રાખવી જરૂરી છે? એ બધું અહીં નીચેના ફકરાઓમાં રજૂ કરેલું છે :

Image Source

(1) દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પહેલા ગણપતિની પૂજા આવશ્યક છે. એ પછી કળશનું પૂજન અને નવગ્રહ પૂજન કરવામાં આવે છે અને દીપક પ્રગટાવવામાં આવે છે.

(2) દુર્ગા સપ્તશતીનું પુસ્તક લાલ કાપડમાં લપેટીને રાખવું જોઈએ. એમની પવિત્રતાનો ખ્યાલ મગજમાં હોવો જોઈએ જેથી તેમને મૂકવાનાં સ્થાનનો ખ્યાલ તમને રહ્યા કરે.

(3) એક દિવસમાં દુર્ગા સપ્તશતીનો આખો પાઠ કરી લેવાનો નથી. વિવિધ અધ્યાયોને તમે સાત દિવસમાં પૂરા કરી શકો છો. એ માટે કોઈ ધર્મ જાણકારની સલાહ પણ લઈ શકો.

Image Source

(4) દુર્ગા સપ્તશતીમાં આવતા કવચ, અર્ગલા અને કિલકના પાઠ કરતા પહેલા શાપોદ્વારની જરૂર છે. શાપોદ્વાર કર્યા વગર આ પાઠ ના કરી શકાય એવું પંડિતોનું માનવું છે. શાપોદ્વાર અર્થાત્ કપાળે ભસ્મ-ચંદન લગાવીને, પૂર્વ દિશા તરફ મોં રાખીને તત્ત્વશુધ્ધિ માટે ચાર વખત આચમન કરવું.

(5) દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પહેલા અને બાદમાં નવારણ મંત્ર એવા ‘ૐ ઐ હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ નમ:’નો પાઠ જરૂરથી કરવો.

(6) દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યાં પછી કન્યાપૂજન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

Image Source

(7) માતાના આ પાઠ પછી પોતાની ભૂલો માટે માતા પાસે ક્ષમાયાચના માંગવી.
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.