
મોટાભાગે તમે લોકોને દેવી માતાના મંત્રનો જાપ કરતા સાંભળ્યા હશે. માં દુર્ગાની આરાધના ચામુંડા મંત્ર દ્વારા પણ કરવામાં આવે છે. જયારે વ્યક્તિ ચિંતામાં હોય અને તેને પોતાની સમસ્યાનું સમાધાન ન મળતું હોય તો તેની પાસે માત્ર એક જ વસ્તુ હોય છે, તે છે ‘આશા’. એવામાં જે લોકો દેવી માતામાં ખુબ શ્રદ્ધા રાખે છે અને તેની પૂજા અર્ચના કરે છે તેઓને પોતાની સમસ્યાનું નિવારણ મળી જાય છે.માતાની આસ્થામાં દુર્ગા મંત્રનું ખુબ મહત્વ છે.
દુર્ગા મંત્ર:
”ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ।”

પ્રાચીન ગ્રંથોમાં પણ મંત્ર જાપને ખુબ વિસ્તાર પૂર્વક જણાવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં મંત્ર જાપની પરંપરા પુરાતન કાળથી ચાલતી આવી રહી છે. એવામાં માં દુર્ગા માતાના મંત્રનો જાપ કરી લેવાથી દરેક વ્યક્તિને સમસ્યાઓ અને કઠિનાઈઓથી મુક્તિ મળી જાય છે. આજે અમે તમને જણાવીશું કે આ મંત્રથી ક્યાં ક્યાં લાભ થાય છે.

1.મનને શાંત કરે છે:
મંત્રોનું ઉચ્ચારણ કરીને લોકો ઘણા વર્ષોથી પોતાની મનોકામના પૂર્ણ કરતા આવી રહ્યા છે.આ મંત્રના જાપથી મન શાંત રહે છે અને તેનાથી એકાગ્રતા વધે છે અને સાથે જ ધ્યાન કેન્દ્રિત કરવું પણ આસાન થઇ જાય છે.

2.નકારાત્મક ઉર્જાને કરે છે દૂર:
આ મંત્રના ઉચ્ચારણથી મન અને શરીરથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે જેનાથી શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે.જેનાથી તણાવ,ચિંતા,ડિપ્રેશન વગેરે જેવી માનસિક સમસ્યાઓ દૂર થઇ જાય છે.

3.તમારા દુશ્મનોને મિત્ર બનાવી લે છે:
આ મંત્રના લગાતાર ઉચ્ચારણથી જે લોકો તમારા મિત્રો નથી તેઓ પણ તમારી સાથે મિત્રો જેવો વ્યવહાર શરૂ કરવા લાગશે.

4.આનંદપૂર્ણ સ્વભાવ:
જે લોકો આ મંત્રનું ઉચ્ચારણ પુરી ઈમાનદારી અને શ્રદ્ધાથી કરે છે તેઓને એક અલગ જ ખુશીનો અનુભવ થાશે. જેનાથી તેઓના મનને ખુબ ખુશી મળે છે.

5.શૈક્ષણિક યોગ્યતાઓમાં સુધાર:
વિદ્યાર્થીઓ આ મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે જેનાથી તેઓની યાદ કરવાની શક્તિ વધી જાશે. જેને લીધે તો પોતાની પરીક્ષામાં સારો પ્રતિભાવ દેખાડી શકશે.

6.ઔષધીય લાભ:
જે મહિલાઓને માસિક ધર્મના દરમિયાન ખુબ જ દર્દ રહે છે તે સમયે આ મંત્રનો જાપ કરવાથી તેના દર્દની પીડા ઓછી થઇ જાય છે.

7.આત્મવિશ્વાષ વધે છે:
આપણે મોટાભાગે જીવનમાં કોઈ કારણને લીધે હારી જાઈએ છીએ જેને લીધે આપણું આત્મવિશ્વાસ ડગમગાવા લાગે છે.આ મંત્રનો જાપ કરવાથી આપણા મગજની નકારાત્મકતા દૂર થઇ જાય છે જેનાથી આપણું મનોબળ વધે છે અને આપણે ફરીથી કામ શરૂ કરી શકીયે છીએ.

8.બુરાઈઓથી બચાવે છે:
આ મંત્ર તે લોકોના મગજથી દરેક બીક અને નકારાત્મકતાને બહાર કાઢી ફેંકે છે જે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેનો લગાતાર જાપ કરવાથી તમને એ પણ જાણ થાશે કે તમારો દુશ્મન તમારાથી દૂર જઈ રહ્યા છે.

9.આધ્યાત્મિક પરિવર્તન:
આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિની આધ્યાત્મિક શક્તિઓ વધે છે.જેના દ્વારા લોકો આધ્યાત્મિક ઊંચાઇઓને પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક ક્ષમતાઓથી વ્યક્તિ માત્ર પોતાના જીવન જ નહીં પણ બીજાના જીવનને પણ સુધારે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks