મનોરંજન

રાનુ મંડલ પહેલા દેશની આ દીકરી પણ પહોંચી હતી રેલવે સ્ટેશનથી મ્યુઝિક સ્ટુડિયો, ગાયું હતું સુપરહિટ ગીત

રાનાઘાટ રેલવે સ્ટેશન પર બેસી ગીત ગઈ ગુજરાન ચલાવતી રાનુ મંડલના નસીબ આડેથી પાંદડું હતી ગયું છે. આજે રાનુ મંડલની ગણના સેલિબ્રિટી તરીકે થાય છે. લતા મંગેશકરનું ગીત ‘ઈક પ્યાર કા નગ્મા’ ગીત ગાઈને ફેમસ થયેલી રાનુની કહાની કોઈ ફિલ્મથી ઓછી નથી. પરંતુ શું તમને ખબર છે રાનુ પહેલા પણ એક 13 વર્ષીય યુવતીએ રેલવે પ્લેટફોર્મ્સથી સીધા મ્યુઝિક સ્ટુડિયો સુસધીની સફર કરી છે.

Image Source

અનુરાગ કશ્યપની ફીમ ગેંગ્સ ઓફ વાસેપુરમાં ‘ મેરા જૂતા ફેક લેદર દિલ છીછછાલેદર’ગીત ગાવાવાળી દુર્ગા તેની અસલી જિંદગીમાં ટ્રેનમાં ગીત ગાઈને ગુજરાન ચલાવતી હતી. દુર્ગા તેની ટેલેન્ટ અને નસીબના સહારે માયાનગરી મુંબઈ પહોંચી ગઈ હતી. એક રેકોર્ડ્સ અનુસાર,આનંદ સુરાપુરને દુર્ગાની અવાજથી પ્રભવિત થઈને તેને સ્નેહા ખનવાલકર પાસે ઓડિશન માટે મોકલી હતી.

ઓડિશન માટે ગયેલી દુર્ગાનો અવાજ સ્નેહાને ગીત માટે પરફેક્ટ લાગ્યો હતો. અને લગભગ 13 વર્ષની નાની ઉંમર અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેગ્સ ઓફ વાસેપુર’માં ગીત ગાયું હતું. દિલ છીછાલેદાર ગીત ઘણું હિટ પણ રહ્યું હતું. તો અનુરાગ કશ્યપ માટ્ટે આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. આ ગીત  માટે અવાજ દેનારી દુર્ગા હાલ તો બૉલીવુડથી બહાર છે.

Image Source

દુર્ગાની ખાસ વાત તો એ છે કે તે મૂળ આંધ્રપ્રદેશની છે. તે કયારે પણ હિન્દી ગીત સાંભળતી નથી. તેમ છતાં તેને હિન્દી આવડે છે. સ્નેહના માર્ગદર્શન હેઠળ લોકોની સામે તેની ટેલેન્ટ બતાવવામાં કામયાબ રહી હતી.અનુરાગે દુર્ગા સિવાય ફિલ્મ મુક્કાબાજમાં દિપક ઠાકુર નામના સિંગરને મૌકો આપ્યો હતો. જેને આ ગીત બાદ બિગબોસમાં જગ્યા બનાવી લીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks