જીવનશૈલી

દુનિયાના સૌથી જોરદાર 15 સ્વિમિંગ પુલ જેને જોઈને નહિ આવે વિશ્વાસ..એક થી એક ટક્કર મારે એવી જગ્યાઓ

જૂન મહિનાનું નામ સાંભળતા જ મનમાં ગરમી ઉદ્દભવવા લાગે છે. આ ભયંકર ગરમીમાં આપણે પોતાને ઠંડક તો આપી નથી શકતા, પણ અમારી પાસે એવું કઈક છે જેને જોવાથી તમારી આંખોમાં ઠંડક ચોક્કસ આવી જાશે. આજે અમે તમારા માટે દુનિયાના સૌથી શાનદાર સ્વિમિંગ પૂલ્સની તસ્વીરો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમે પણ અહીં જાવાનો પ્લાન બનાવી લેશો, કેમ કે તેને કુદરત દ્વારા જ બનાવામાં આવ્યા છે.આવો તો જાણીએ દુનિયાના આ કુદરતી અને સુંદર સ્વિમિંગ પુલ વિશે…

1. Ik Kil Cenote, Mexico:આ પ્રાકૃતિક સ્વિમિંગ પુલ  Chichen Itza અને Valladolid ની વચ્ચે હાઇવે પર છે. તે જમીનથી 85 ફૂટ નીચે છે, માટે અહીં પહોંચવા માટે સીઢી બનેલી છે.

2. Grotta Della Poesia, Italy:તમે અહીં Melendugno કે Lecce એમ બંન્ને શહેરોથી પહોંચી શકો છો, કેમ કે Roca થી અમુક જ કિલોમીટર દૂર છે. જેમાં એક સમુદ્રી ગુફા પણ છે, જેનાથી તમે સીધા જ સમુદ્રમાં પહોંચી શકો છો.

3.  Las Grietas:તમે સાન્તા ક્રુઝ પર મુખ્ય ડૉકથી વૉટર ટેક્સી કરી શકો છો અને ત્યાંથી પગપાળા ચાલીને અહીં પહોંચી શકો છો.

4. Fairy Pools, Scotland:તમારે Fairy Pools સુધી પહોંચાડવા માટે Glen Brittle થી પગપાળા ચાલીને જાવાનું રહેશે. ગરમીના દિવસોમાં  Portree થી Fairy Pools Carpark સુધી પહોંચવા માટે બસ પણ ઉપલબ્ધ છે.

5. Sliding Rock, United States:આ Pisgah National Forest માં Brevard ના ઉત્તર માં સ્થિત છે, જે અમેરિકા ના હાઇવે-64 અને 276 ના જંક્શનથી લગભગ 7.6 મિલી ના અંતર પર છે.

6. Havasu Falls, Arizona:તમે હાઇવે-66 થી ચાલીને Indian Route 18 થી Hualapai Hilltop પર પહોંચીને, ત્યાંથી ચાલીને કે ઘોડાગાડી ની સવારી કરીને Supai ગામ સુધી પહોંચી શકો છો.

7. Hamilton Pool Preserve, Texas:આ FM 3238 પર Austin ના પિશ્ચમીમાં 30 મિલ ના અંતર પર છે. SH 71 થી ચાલીને, ડાબી બાજુ વળ્યાં પછી 13 મિલના અંતર પછી આ પુલ સુધી પહોંચી શકાય છે.

8. Devil’s Pool, Victoria Falls:તમે અહીં એકલા ના જઈ શકો કેમ કે તે ખુબ જ ખતરનાક છે, પણ Livingstone Island જેવા ટુર માધ્યમથી તમેં અહીં જઈ શકો છો, જ્યાં ગાઈડ તમને માર્ગદર્શન આપશે.

9. Giola Natural Pool, Greece:આ પ્રાકૃતિક પુલ Astris ની નજીક સ્થિત છે.તમારે અહીં પહોંચવા માટે 3-4 કિલોમીટર ધૂળ વાળા રસ્તા પર યાત્રા કરવાની રહેશે, જેના પછી પગપાળા ચાલવાનું રહેશે.

10. Blue Lagoon, Iceland:Keflavik અને Reykjavik ને જોડનારા હાઇવે પર ચાલતા જઈને Blue Lagoon દેખાવા લાગશે, જ્યાંથી વળીને 6 મિલ ની યાત્રા કર્યા પછી તમે અહીં પહોંચી જાશો.

11. Dudu Blue Lagoon, Cabrera, Dominican Republic:Lagoon, La Entrada Town, Cabrera, RD (ઉત્તરી તટ પર)માં સ્થિત છે. જે Maria Trinidad Sanchez પ્રદેશમાં છે. Baoba Beach Club થી પાંચ મિનિટની ડ્રાઇવ કર્યા પછી તમે આ પ્રાકૃતિક પુલ સુધી પહોંચી શકો છો.

12 Fingal’s Cave, Scotland:અહીં જાવા માટે તમારે એક લોકલ Sightseeing Cruise નો સહારો લેવાનો રહેશે. આ ક્રુઝ એપ્રિલ થી ડિસેમ્બર મહિનાની વચ્ચે જ મળે છે.

13. Bondi Iceberg Public Pool, Australia:સિડનીથી 15 મિનિટની ડ્રાઇવ કર્યા પછી તમે અહીં પહોંચી શકો છો.

14. Erawan Falls, Thailand:તમે Kanchanaburi Bus Station થી દરેક કલાકે નીકળતી બસથી srinakarind Market પહોંચી શકો છો. અહીંથી એક કિલોમીટરના અંતર પર આ શાનદાર પુલ બનેલો છે. તમે તમારી કાર દ્વારા પણ અહીં આસાનીથી પહોંચી શકો છો.

15. Puertito De Lobos, Spain:Corralejo થી 20 મિનિટ ની નાવની સવારી કરીને તમે અહીં આસાનીથી પહોંચી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.