અમદાવાદ મુંબઈ હાઈવે પર મારુતિની આ કાર મોડેલમાં અચાનક લાગી આગ, ચાલક બળીને ખાખ થઇ ગયો

મારુતિની આ કાર હોય તો ચેતી જજો: અંદર બેઠેલો બિચારો યુવક તડપી તડપીને બાળીને ભડથું થઇ ગયો, કારમાં આગ લાગી હતી

ગુજરાતમાં ઘણીવાર ચાલતી કારમાં આગ લાગવાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ એક કિસ્સો વલસાડથી સામે આવ્યો, જેમાં પૂરપાટ ઝડપે જતી અર્ટિકા કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી અને આ આગની અંદર એક વ્યક્તિ જીવતો ભૂંજાઇ ગયો.પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના ડુંગરી હાઈવે પર કબીર પંથ મંદિર પાસે અર્ટિકા કારમાં અચાનક આગ લાગી હતી, જો કે રાહદારીઓએ પાણીથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા પણ તેમને સફળતા ન મળી,

આ મામલે એક રાહદારીએ ફાયર વિભાગને જાણ કરી પણ ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો અને ત્યાં સુધી તો કારમાં સવાર એક યુવક પોતાની જીંદગીથી હાથ ધોઇ ચૂક્યો હતો. કબીર પંથ મંદિર પાસે બજરંગ હોટલ સામે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેકના સર્વિસ રોડ પર અર્ટિકા કારમાં અચાનક આગ લાગતા રાહદારીઓએ તાત્કાલિક કારને અટકાવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પણ આગ બુઝાઇ નહોતી.

એક રાહદારીએ વલસાડ પોલીસ કંટ્રોલરૂમ પર ફોન કરી ફાયરની ઘટનાની જાણ કરી અને મદદ માંગી. ત્યારે તાત્કાલિક ફાયર ફાઇટર અને ડુંગરી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. જો કે, આ ઘટનામાં કારમાં સવાર એકનું મોત થયું હતું. આગ બુઝાયા બાદ ડુંગરી પોલીસે લાશનો કબજો લીધો હતો અવને મૃતકનાં પરિવારજનો અને કારમાલિકની શોધખોળ હાથ ધરી હતી.

હાલ તો આ આગ કયા કારણોસર લાગી તે હજી સામે આવ્યુ નથી. જો કે, કારમાં આગ લાગતા જીવતા ભુંજાયેલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા ત્રણેક મહિના અગાઉ મહુવામાં કાર ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી હતી અને ચાલકના અનેક પ્રયાસો બાદ પણ દરવાજો ન ખૂલતાં તે જીલતા જ ભડથુ થઇ ગયો હતો.

Shah Jina