આપણી આંખોની સામે એવી ઘણી વસ્તુઓ હોય છે, જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. પરંતુ આ વસ્તુઓનો ખાસ ઉપયોગ થઇ શકે છે, એ વિશે તો આપણને જાણકારી જ નથી હોતી. જેમ કે જો કોઈ નાનો ઘા થઇ જાય તો તેના પર હળદર લગાવી શકાય કે દાઝયા પર મલાઈ લગાવી શકાય, એ જ રીતે ડુંગળી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે, પરંતુ આપણને એ વિશે જાણકારી નથી.

લગભગ દરેકના ઘરમાં ડુંગળી તો ગમે ત્યારે જોવા મળશે જ. કોઈ પણ શાક, દાળ, છોલે હોય ડુંગળી વગર તો જાણે અધુરાજ છે. પણ શું તમે જાણો છો કે ડુંગળી માત્ર સ્વાદને જ કાયમ નથી કરતી પણ આપળા સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભદાઈ છે. ડુંગળી જમવાનું બનાવવા સિવાય નાની-મોટી ઈજાઓ કે બીમારીઓમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. તો જાણો ડુંગળીના મહત્વપૂર્ણ ફાયદાઓ.

1. ખીલ:
ડુંગળીને ક્રશ કરી તેમાંથી પાણી કાઢી લો. બાકી રહેલી ડુંગળીને ચહેરા પર લગાવાથી ખીલ, દાગ-ધબ્બા દુર થાય છે.
2. હાથોમાં જલન:
જો હાથમાં જલન થાય તો તે જગ્યા પર પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં જલન થતી હોય ત્યાં ડુંગળીને મસળો. જેનાથી હાથમાં ખુબ રાહત મળશે. કેમ કે ડુંગળી ખુબ ઠંડી હોય છે અને તેની પ્રકૃતિ દર્દ નિવારક ઔષધીની જેમ હોય છે.
3. કીટાણુંના ડંખ પર:
જો કોઈ કીટાણું ડંખ કરે તો તે જગ્યા પર પણ ડુંગળી કામ આવે છે. તે જગ્યા પર ડુંગળી ઘસવાથી ખુબ ફાયદો મળે છે.

4. સાંધાનો દુખાવો:
ડુંગળીના રસને કાઢીને તેમાં તેલ મિક્ષ કરી સાંધાના દુખાવાની જગ્યા પર લગાવી દો તરત જ રાહત મળી જશે.
5. ઈજા થવા પર:
જો ઈજા થાય તો ડુંગળીનો રસ કાઢીને ઈજા પર લગાવો. ડુંગળીમાં બેક્ટેરિયાનાશક ગુણ હોય છે. તેને ઈજા પર લગાવાથી ઇન્ફેકશન નથી થતું.
6. વાળનું ખરવું:
જો વધુ માત્રામાં વાળ ખરતા હોય તો ડુંગળી ખુબ ફાયદો કરે છે. વાળના મૂળમાં ડુંગળી ઘસવાથી વાળનું ખરવું બંધ થઇ જશે. સાથે જ વાળ કાળા અને મુલાયમ પણ બનશે.

7. આંગળીમાં ફાંસ ઘુસી જવી:
આંગળીમાં ફાંસ કે કોઈ અન્ય ચીજ ઘુસી ગઈ હોય તો તે જગ્યા પર ડુંગળીને ઘસો. ઘુસેલી વસ્તુ તરત જ બહાર નીકળી જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks