ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના એસજી હાઇવે પરથી અકસ્માતની ઘટના સામે આવી. YMCA ક્લબ પાસે વહેલી સવારે ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં લોખંડનાં પાઇપ ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે.
આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી અને ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી પતરા કાપીને ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર મોડીરાત્રે 3:30 વાગ્યા આસપાસ લોખંડની પાઈપ ભરીને જઈ રહેલી ટ્રકની પાછળ ડમ્પર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો અને આ અકસ્માતમાં ડમ્પરચાલકનું મોત થયું. મોડીરાત્રે બનેલા અકસ્માત બાદ લોકો એકઠા થઇ ગયા હતા.