ખબર

પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધુ એવું કે, એક્સ રે જોઇ ડોક્ટરના ઉડી ગયા હોંશ

સુખની મજા લેવામાં થઇ ગયો કાંડ, પ્રાઈવેટ પાર્ટમાં એવું ફસાયું કે સાંભળીને ચક્કર આવી જશે

દેશ વિદેશમાંથી ઘણીવાર એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે કે સાંભળી આપણા હોંશ ઉડી જાય. અનેકવાર પેટમાં કોઇ વસ્તુ હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, તો ઘણીવાર  પાર્ટમાં કોઇ વસ્તુ ફસાઇ હોવાના કિસ્સા સામે આવતા હોય છે. હાલમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેટમાં દુખાવાની ફરિયાદ લઈને એક વ્યક્તિ ડૉક્ટર પાસે પહોંચ્યો. પરંતુ જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી તો તે સ્તબ્ધ થઈ ગયા.  એક ડમ્બેલ માણસના ગુદામાર્ગમાં એટલે કે પાર્ટમાં અટવાઈ ગયુ હતુ. આ વાત એક્સ-રે રિપોર્ટમાં સામે આવી હતી.

પાર્ટમાં ફસાયેલ ડમ્બેલનું વજન લગભગ 2 કિલો હતું. ‘ડેઈલી મેલ’ અનુસાર, 54 વર્ષીય એક વ્યક્તિ માનૌસની એક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરે પેટમાં દુખાવાની સમસ્યા સાંભળ્યા બાદ તેનો એક્સ-રે કરાવ્યો. પરંતુ એક્સ-રેમાં જે બહાર આવ્યું તે જાણીને ડોક્ટરો પણ ચોંકી ગયા. વ્યક્તિના પાર્ટમાં 20 સેમી લાંબુ ડમ્બેલ ફસાઈ ગયુ હતુ, જેનું વજન 2 કિલો હતું.

રિપોર્ટ અનુસાર પહેલા તો વ્યક્તિએ પોતે પાર્ટમાં ફસાયેલ ડમ્બેલને કાઢવાની કોશિશ કરી, પરંતુ જ્યારે તે આમાં સફળ ન થયો તો તે બે દિવસ પછી ડોક્ટર્સ પાસે પહોંચ્યો. ત્યાં સુધીમાં તે દર્દના કારણે તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. ડૉક્ટરોની ટીમે વ્યક્તિના શરીરમાંથી આ ડમ્બેલ બહાર કાઢ્યુ હતુ. તેંણે કહ્યું કે વ્યક્તિની આ સ્થિતિ જાતીય આનંદને કારણે થઈ છે. હાલમાં, વ્યક્તિ ત્રણ દિવસની હોસ્પિટલમાં દાખલ થયા પછી સ્વસ્થ થઈ ગયો છે.

ગયા અઠવાડિયે, ઇન્ટરનેશનલ જર્નલ ઑફ સર્જરી કેસ રિપોર્ટ્સમાં વિગતવાર અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો સમયસર વ્યક્તિના શરીરમાંથી ડમ્બેલ દૂર કરવામાં ન આવ્યો હોત તો મુશ્કેલી વધી શકતી હતી. આ ચોંકાવનારો કિસ્સો બ્રાઝિલમાંથી પ્રકાશમાં આવ્યો હતો.