ગુજરાતના આ સુંદર બીચ પર રાત્રે ચાલે છે ભૂતોનું રાજ, સંભળાય છે વિચિત્ર અવાજો

રાત્રે આ બીચ પર જતા ભલાભલા શુરવીરો ડરે છે

આજે આપમે ગુજરાતના એક એવા બીચ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં આવે છે. આ સ્થળનું નામ ડુમસ બીચ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ જગ્યાએ પ્રેતાત્મા હોવાનો દાવો કરવામાં આવે છે. આ રહસ્યમય સ્થળ રાજ્યના સુરત શહેરના દરિયા કિનારે આવેલું છે. ઘણી વખત અસામાન્ય ઘટનાઓ અહીં બને છે. આ એક મોટું કારણ છે, જેના કારણે આ બીચની હોરર સ્ટોરી દુનિયામાં પ્રખ્યાત છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર આ જગ્યાને લઈને ઘણી ચર્ચાઓ થાય છે.

આ ભૂતિયા સ્થળ વિશે લોકોમાં ઘણી માન્યતાઓ અને કહાનીઓ છે. ગુજરાતનો આ બીચ દેખાવમાં એકદમ સુંદર છે, પરંતુ તેની સુંદરતા પાછળની રહસ્યમય કહાની ઘણા રોમાંચક પ્રવાસીઓને આકર્ષે છે. આ એપિસોડમાં, ચાલો જાણીએ ગુજરાતના આ ભૂતિયા ડુમસ બીચ વિશે.

નોંધનિય વાત એ છે કે, દિવસ દરમિયાન, આ બીચ પર બધું સામાન્ય રહે છે. ઘણા લોકો આ સ્થળે આવવાનો આનંદ માણે છે. ત્યાર બાદ જેમ જેમ રાતનો પડછાયો ઉંડો થતો જાય છે. માની લો કે બધું ઉભુ રહી જાય છે તેવું લાગે છે. આ સુંદર દેખાતી જગ્યા વિરાન થઈ જાય છે. આ સમય દરમિયાન કોઈ અહીં જવાની હિંમત કરતું નથી. રાત્રીના સમયે બીચની આસપાસ કોઈ ફરકવાની હિંમત કરતું નથી.

આ રહસ્યમય ડુમસ બીચ પર અત્યાર સુધી ઘણી પેરાનોર્મલ ઘટનાઓ નોંધાઈ છે. બીચની મુલાકાત લેવા આવેલા ઘણા લોકોએ ઉલ્લેખ કર્યો છે કે તેઓએ આ સ્થળે વિચિત્ર અને રહસ્યમય અવાજો સાંભળ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, આ બીચ પર રાત્રિ દરમિયાન મુલાકાત લેવા ગયેલા પ્રવાસીઓ આજદિન સુધી પાછા આવી શક્યા નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ સ્થળનો ઉપયોગ ઘણા સમય પહેલા સ્મશાન તરીકે થતો હતો. લોકોના મતે, ઘણી પ્રેત આત્માઓ આજે પણ અહીં ભટકતી રહે છે. આ કારણોસર આ બીચ પર રેતીનો રંગ કાળો છે. આ સ્થળે રાત્રિ દરમિયાન કૂતરાઓની પ્રકૃતિ બદલાય છે. તેઓ તમામ પ્રકારના વિચિત્ર અવાજો કરવા લાગે છે.

આ એક મોટું કારણ છે, જેના કારણે આ સ્થળનું નામ ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં શામેલ છે. સમગ્ર વિશ્વમાંથી ઘણા લોકો દિવસ દરમિયાન આ ડરામણા બીચ જોવા આવે છે. તે જ સમયે, રાત્રે આ બીચ નજીક પણ કોઈ દેખાતું નથી.

YC