લગ્નના મંડપમાં વરમાળા સમયે ઉભા થયા વર કન્યા, ત્યારે જ દુલ્હને આપી દીધી છેલ્લી ચેતવણી, વરરાજાની બોલતી થઇ ગઈ બંધ, જુઓ વીડિયો

વરરમાળા પહેરાવતા પહેલા જ ઉભી રહી ગઈ દુલ્હન, વરરાજાને કહી દીધી એવી વાત કે થઇ ગયો કન્ફ્યુઝ, વીડિયોએ મચાવી ધમાલ

dulhan gave the last warning groom: હાલ દેશભરમાં ફરી એકવાર લગ્નની સીઝન (marriage season) પૂર બહારમાં ખીલી ગઈ છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ લગ્નને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ઘણા વીડિયોની અંદર લગ્નમાં ચાલતી એવી મજાક મસ્તી જોવા મળે છે કે તેને વારંવાર જોવાનું મન થાય. તો ક્યારેક વર-કન્યા (bride groom) ના ક્યૂટ એક્સપ્રેશન પણ દિલ જીતી લેતા હોય છે.

ત્યારે હાલ એક એવા જ લગ્નનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં લગ્નની અંદર કન્યા એવું કરે છે કે બધા જ જોતા રહી જાય છે. આ વીડિયો વરમાળા દરમિયાનનો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કન્યાએ વિધિ આગળ વધે તે પહેલા વરને ‘અંતિમ ચેતવણી’ આપીને વરમાળા વિધિમાં એક નવો વળાંક ઉમેર્યો.

વાયરલ વીડિયોમાં વરરાજા અને કન્યા બંને હાથમાં માળા લઈને સ્ટેજ પર ઉભા જોવા મળે છે. જો કે, વરરાજાના ગળામાં માળા પહેરાવતા પહેલા કન્યા વરરાજા સાથે અંતિમ વાતચીત કરતી જોઈ શકાય છે. જો કે તેમની વાતચીત સાંભળી શકાતી નથી, પરંતુ વીડિયોમાં એક ટેક્સ્ટ છે જે દર્શાવે છે કે દુલ્હન શું કહી રહી હતી. વિડીયો લખાણ મુજબ, કન્યા વરરાજાને પૂછે છે “પહેરાવી દઉં ને ?” જેના માટે વરરાજા હા કહે છે. કન્યા પછી “પાક્કું ને” બોલી રહી છે, જેના પછી તે વરને પૂછે છે કે “શું તે તેના માટે સ્ટેન્ડ લેશે?”

પછી તે કહે છે, “કોઈ ભૂલ માફ કરવામાં આવશે નહીં, અહીંથી પાછા જવાશે નહિ!” અંતે, વરરાજાને કહે છે..”વિચારી લે પાક્કું ને ?” બીજી તરફ વરરાજા ધીરજપૂર્વક ઉભો રહ્યો અને કન્યાના તમામ પ્રશ્નો સ્વીકાર્યા અને પછી તેને માળા પહેરાવી. વીડિયોના અંતમાં દુલ્હન વરને ચુંબન કરતી અને ગળે લગાવતી જોઈ શકાય છે.  આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel