આવનારી ગુજરાતી ફિલ્મ “વર પધરાઓ સાવધાન” જેવી કહાની રિયલમાં, કન્યાએ વરરાજાનાના સેંથામાં ભર્યું સિંદૂર, પરિવારે ધામધૂમથી કરી વર વિદાય, જુઓ વીડિયો

વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડીને કન્યાએ ચીતર્યો નવો ચીલો, કન્યાએ વરરાજાના સેંથામાં ભર્યું સિંદૂર અને વરરાજાએ નિભાવ્યા કન્યાની જેમ તમામ રીતિ રિવાજ, જુઓ

Dulhan fills sindur in dulha : લગ્ન એ એક ખુબ જ ખુશીનો પ્રસંગ હોય છે અને તેમાં પણ આપણા ભારતીય લગ્નની સદીઓથી ચાલી આવતી પરંપરા પણ દેશ વિદેશમાં ચર્ચાય છે. પરંતુ આજના સમયમાં  ઘણા યુગલો એવા હોય છે જે સદીઓથી ચાલી આવતી પરંપરાઓ તોડીને નનવો ચીલો ચીતરતા હોય છે અને તેમના લગ્ન પણ ચર્ચામાં આવી જતા હોય છે.

અત્યાર સુધી આપણે મોટાભાગના લગ્નની અંદર જોયું હશે કે લગ્ન સમયે વરરાજા કન્યાના સેંથામાં સિંદૂર ભરે છે, મંગળસૂત્ર પહેરાવે છે અને લગ્ન પૂર્ણ થયા બાદ કન્યાની વિદાય થાય છે અને તે સાસરે જતી હોય છે પરંતુ શું તમે ક્યારેય વરરાજા કન્યાની જેમ બધા રિવાજ નિભાવે અને વર વિદાય થાય એવું જોયું છે ?

પરંતુ હાલ એક એવા લગ્ન સામે આવ્યા છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. આ અનોખા લગ્નમાં એક દુલ્હને પોતે જ તેના વરના સેંથામાં સિંદૂર ભર્યું. લગ્નની ખાસ વાત ત્યારે વધુ બની જ્યારે વરરાજાના માતા-પિતાએ ‘કન્યાદાન’ની જેમ તેમના દીકરાનું ‘કુંવરદાન’  કર્યું. આ દ્રશ્ય વધુ મજેદાર બની ગયું જ્યારે ઘરની બહાર નીકળતી વખતે વરરાજાએ પણ દુલ્હનની જેમ ચોખા ફેંક્યા.

આ વાતનો ખુલાસો દુલ્હન ફલાશાએ પોતે કર્યો હતો. તેણી કહે છે કે તે લિંગ સમાનતામાં માને છે અને માને છે કે સ્ત્રી હોય કે પુરુષ, બંને સમાન છે અને બંનેને સમાન ગણવા જોઈએ. તેમજ દરેક કામ સાથે મળીને કરવું જોઈએ. મળતી માહિતી મુજબ, દુલ્હન ફલાશા વ્યવસાયે હેલ્થ સિસ્ટમ રિસર્ચર છે.

તેણે વર્ષ 2022માં શિવ વર્મા સાથે લગ્ન કર્યા હતા. ફલાશા એક સામાન્ય દુલ્હન બનવા માંગતી ન હતી, તેથી તેણે તેના લગ્નના રિવાજોમાં થોડો ફેરફાર કર્યો, પરંતુ ફલાશા જાણતી હતી કે લોકો આ અનોખા લગ્ન પર અલગ રીતે પ્રતિક્રિયા આપશે, પરંતુ તેમ છતાં ફલાશાને આ બધી બાબતોની પરવા નહોતી.

કેટલાક લોકોને કન્યા ફલશાનો આ વિચાર ગમ્યો, પરંતુ ફલાશા દ્વારા વરરાજાની વિધિ કરવામાં આવતા કેટલાક લોકોને ગુસ્સો આવ્યો. લોકોએ ફલાશા પર કટાક્ષ કરતા કહ્યું કે જો લગ્નમાં આટલો ડ્રામા થતો હોય તો કોર્ટ મેરેજ કરવા જોઈએ પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરાઓને બદલવી જોઈએ નહીં. કેટલાક લોકોએ દુલ્હનનો પક્ષ લીધો અને કહ્યું કે લિંગ સમાનતા અંગેની વિચારસરણી યોગ્ય છે.

Niraj Patel