અજબગજબ

દુલ્હન બન્યા બાદ 18 કલાક પછી મૃત્યુ પામી આ યુવતી, કારણ છે ચોંકાવનારું

લગ્ન કરવા દરેક યુવતિનું સ્વપ્નું હોય છે.એ સાકાર થાય ત્યારે સુખ અને દુઃખ બન્ને હોય છે. એકતરફ કુટુંબીજનોને છોડવાનું દુઃખ અને નવા પરિવારનું સુખ હોય છે. જયારે કોઈ યુવતીના લગ્ન નક્કી થાય ત્યારે તે કેટલા સપના જોતી હોય છે. પરંતુ વિદેશ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.

અમેરિકામાં ન્યૂજર્સીમાં એક હેરાન કરવાવાળો મામલો સામે આવ્યો છે. જેમાં લગ્નના 18 કલાક બાદ દુલ્હનનું મોત નીપજ્યું હતું.

Image Source

અમેરિકાના ન્યૂજર્સીમાં રહેવાવાળો 35 વર્ષીય ડેવિડ મોશરએ તેની પ્રેમિકા અને કેન્સર પીડિત હેદર લિન્ડસે સાથે હોસ્પિટલમાં લગ્ન કર્યા હતા. લગ્ન વખતે દુલ્હનના મોઢા પર ઓક્સિજનનું માસ્ક લગાવવામાં આવ્યું હતું.

Image Source

હીથરના ડોક્ટરોએ કહી દીધું હતું કે હવે તેની જિંદગી વધારે નથી રહી.આ સાંભળીને હીથરે હિંમત ના હારી અને તેની અંતિમ ઈચ્છા તેના બોયફ્રેન્ડ સમક્ષ વ્યક્ત કરી કહ્યું હતું કે તે દુલ્હન બનવા માંગે છે. હીથર પલંગ પરથી ઉઠી શક્તિ ના હતી. પરંતુ હોસ્પિટલના રૂમને શણગારવામાં આવ્યો હતો. અને બેડ પર જ તેને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવી હતી. હીથરએ લગ્ન કર્યા બાદ તે ફક્ત 18 કલાક જ જીવી શકી હતી.

Image Source

હીથર મોઝરની તસવીરો સોશિયલ મીડિયામાં બહુજ વાયરલ થઇ છે. ફોટોમાં તેના હાસ્યની જ ચર્ચા કરવામમાં આવે છે. દુલ્હન બનેલી હીથરે 1 કલાકની શાદીશુદા જિંદગી જીવ્યા બાદ દુનિયા છોડી દીધી હતી. હીથર મોઝર નામની આ યુવતી કેન્સર પીડિત હતી. હીથર મોઝરને ડાન્સનો બહુજ શોક હતો. અને ડાન્સ કલાસમાં જ એની પ્રેમ કહાની શરૂ થઇ હતી.

Image Source

હીથર અને ડેવીડની મુલાકાત મે 2015માં થઇ હતી. અને બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. બન્નેએ આખી જિંદગી સાથે રહેવાનો ફેંસલો લીધો હતો. અચાનક જ હીથર બીમાર પડી હતી. અને ખબર પડ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સર હતું.ડિસેમ્બર 2016માં બ્રેસ્ટ કેન્સર જાણ્યા બાદ અચાનક જ બદલાવ આવ્યો હતો. હીથરની બીમારીની ખબર પડયા બાદ ડેવિડે પ્રપોઝ કર્યું હતું અને લગ્નની વાત કરી હતી.

Image Source

બગડી ત્યારે ડોકટરોએ જણાવ્યું હતું કે, કેન્સર હીથરના મગજ સુધી પહોંચી ચૂક્યું છે. અને ક્યારે તે છેલ્લો શ્વાસ લે તેનું કંઈ નક્કી ના કહેવાય. ત્યારબાદ 22 ડિસેમ્બરે હીથર અને ડેવિડે લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ હીથર એક પણ શબ્દ બોલી શકી ના હતી. અને 18 કલાક બાદ તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks