વર-કન્યા ઉપર ચઢ્યો પુષ્પા ફિલ્મના ગીતનો નશો, ઉ અંટવા ગીત ઉપર એવી નાચી દુલ્હન કે મોઢું ફાડી ફાડીને જોતા રહી ગયા લોકો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ઘણા બધા લગ્નો પણ યોજાઈ રહ્યા છે, કેટલાક લગ્નની અંદર લગ્નની જાહોજલાલીના વીડિયો વાયરલ થતા હોય છે તો કેટલાક લગ્નમાં વર કન્યાના ડાન્સના વીડિયો પબ વાયરલ થતા હોય છે. ત્યારે આ દરમિયાન હાલમાં જ આવેલી ફિલ્મ “પુષ્પા”ના ગીતો અને ડાયલોગનો નશો લોકોમાં ચઢેલો જોવા મળી રહ્યો છે, ત્યારે લગ્નમાં પણ આ નશો બરકરાર છે.

હાલ સોશિયલ મીડિયામાં પુષ્પા ફિલ્મના ઉ અંટવા ગીત ઉપર એક કન્યા ડાન્સ કરતી જોવા મળી રહી છે, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તે જે રીતે લગ્નના જોડાની અંદર આ ગીતના સ્ટેપ કરી રહી છે તે જોઈને કોઈ પણ હોશ ખોઈ બેસે, અહીંયા સુધી કે વરરાજા પણ તેના ડાન્સ ઉપર ફિદા થઇ જાય છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વર કન્યા અને તેમના કેટલાક ઓળખીતાઓ ડાન્સ કરવા માટે ઘરની આભાર ઉભા છે. વર-કન્યા લગ્નન જોડામાં જોવા મળી રહ્યા છે તો અન્ય મહેમાનો પણ સજી ધજીને ઉભા છે આ દરમિયાન જ ઉ અંટવા ગીત વાગવા લાગે છે અને કન્યાના પગ થીરકવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Chemistry Studios (@chemistrystudios)

કન્યા એવો ડાન્સ કરે છે કે વરરાજા પણ તેના તાલ સાથે તાલ મિલાવવા ઉત્સુક થઇ જાય છે અને બનેં પુષ્પાના સ્ટેપ કોપી કરતા જોવા મળે છે. છેલ્લે એ પણ જોઈ શકાય છે કે વરરાજા એટલો બધો ખુશ થઇ જાય છે કે કન્યાનો હાથ પકડી અને ઘર તરફ ભાગવા લાગે છે. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક પુષ્પાના ડાયલોગનો એવો વીડિયો વાયરલ થયો હતો, જેમાં વરમાળા વખતે જેવી દુલ્હન વરરાજાને વરમાળા પહેરાવી રહી છે ત્યારે દુલ્હો પુષ્પાનો ડાયલોગ બોલતા કહે છે કે મેં ઝૂંકુંગા નહિ. વરરાજાનું આ વલણ જોઈને દુલ્હનની સાથે સાથે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્ટેજ પર જયમાલાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન, વર-કન્યા હાથમાં માળા લઈને સ્ટેજ પર ઉભા છે. વર-કન્યા પક્ષના લોકો પણ જયમાલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.કન્યા આગળ વધે છે અને વરરાજાના ગળામાં જયમાળા પહેરવાનો પ્રયાસ કરે છે. પછી વરરાજા જયમાલાને પહેરવાની ના પાડે છે અને પુષ્પા ફિલ્મનો ડાયલોગ બોલે છે.

જો કે, વરરાજા જયમાલા પહેરતો નથી અને ફરીથી એ જ ડાયલોગ મારે છે. આ વખતે વરરાજા જયમાલાને હાથથી પકડી લે છે. આ જોઈને કન્યા પણ હસી પડે છે.હાલ તો જયારથી પણ પુષ્પા ફિલ્મ રીલિઝ થઇ છે ત્યારથી તે લોકો વચ્ચે ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. અર્જુનના ડાયલોગ અને હુક સ્ટેપ્સ પર તો લોકો ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

Niraj Patel