નીરવ પટેલ લેખકની કલમે વૈવાહિક-જીવન

દુનિયાની નજરે હેપ્પી લાગતા કપલ શું બેડરુમમાં પણ એટલા જ ખુશ હોય છે ?

કેટલાય કપલને જોઈને આપણા મનમાં થાય કે આ લોકો કેટલા ખુશ છે. લગ્નના પાંચ પચ્ચીસ વર્ષ પછી પણ તેમના વચ્ચેની સમજ જોઈએ તો આપણને પણ તેમના માટે માન ઉપજી આવે. પરંતુ શું તમે જાણો છો કે તે ખરેખર ખુશ હોય છે ? કે પછી દુનિયા સામે ખુશ રહેવાનું નાટક કરે છે ?

Image Source

કદાચ આપણામાંથી જ ઘણા લોકો આ પ્રકારના હશે જે આ રીતે એક નાટકીય જીવન જીવતા હશે. દુનિયાને બતાવવા માટે તે પોતાના ચહેરા પર ખોટું હાસ્ય, એકબીજાની ચિંતા, લાગણી બધું જ બતાવતા હોય છે. પરંતુ જયારે એજ બંને લોકો બેડરૂમમાં હોય છે ત્યારે બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોય છે. જે થોડીવાર પહેલા જ દુનિયાને પોતે એકદમ નજીક છે એવું બતાવી રહ્યા હતા.

Image Source

ઘણા હાઈપ્રોફાઈલ પરિવારોમાં આ બાબત હવે સામાન્ય જેવી લાગે છે. પાર્ટી કે પ્રંસગ માટે જયારે પતિ પત્ની નીકળે એ પહેલા જ બેડરૂમમાં બન્ને વચ્ચે ખુશ રહેવા માટેની પૂર્વ શરતો બંધાઈ ચુકી હોય છે. મધ્યમવર્ગી પરિવાર હોય કે ગરીબ પરિવાર આ બાબતે તમને જોવા મળશે જ. સામાન્ય પરિવારોમાં પણ રોજ પતિના અત્યાચારો સહન કરતી સ્ત્રી પોતાના પરિવાર, બાળકો અને કુટુંબીજનો ને સારી રીતે સાચવી જાને છે. ઘરમાં કે સમજમાં આવતા પ્રસંગોમાં હસતા મોઢે બધાને આવકારો આપે છે.

સંબંધોમાં આમ થવાનું કારણ શું ? એ પ્રશ્ન મનમાં ચોક્કસ થાય. તો મારા અનુમાન અને અનુભવ મુજબ હું કહું તો : લગ્નના થોડા સમય બાદ પતિ પત્ની વચ્ચે નાના મોટા મનમોટાવ થવા લાગે છે. અને તેમાં પણ એક બાળકના જન્મ પછી તો પતિ પત્ની વચ્ચે એક નાની તિરાડ પણ પડવા લાગે છે. અને એની જાણ ના પતિને હોય છે કે ના પત્નીને। અને જયારે એ તિરાડની જાણ થાય છે ત્યારે મોડું પણ એટલું જ થઇ ગયું હોય છે. એ સમયે ના સ્ત્રી ડિવોર્સ લઈ શકે છે ના બીજું કોઈ પગલું ભરી શકે છે. કારણ કે એના માથે બાળકોની જવાબદારી આવી જાય છે. જેના કારણે આ વચ્ચેનો રસ્તો નીકળે છે. દુનિયા સામે ખુશ રહેવાનો. આ એવું દુઃખ હોય છે જે ના પતિ કોઈને કહી શકે છે ના પત્ની.

Image Source

એવું નથી કે આ રીતે માત્ર સ્ત્રીઓ જ જીવતી હોય, ઘણા પુરુષો પણ આ પ્રકારનું જીવન જીવતા હોય છે. એક બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીમાં પણ ઘણા ફેરફારો આવતા હોય છે. જેના કારણે તે પોતાના પતિને જે ખુશી જોઈએ એ આપી નથી શકતી. ક્યારેક તેના સ્વભાવમાં પણ ઘણું જ પરિવર્તન આવી જાય છે જેના કારણે અણબનાવો થતા રહે છે. અને આવા સમયે પુરુષ પોતાના બાળકોથી અલગ થવા નથી માંગતો કે ના બાળકોને તેમની માતાથી અલગ કરવા માંગે છે. અને એ પણ પછી ચલાવી લેવાના રસ્તા ઉપર ચાલવાનું નક્કી કરી લેતો હોય છે.

Image Source

આ પ્રશ્નનું નિરાકરણ ક્યારેય એક તરફથી નથી આવતું. એ પણ એક હકીકત છે. કારણ કે એક પક્ષ સમજે અને બીજો પક્ષ ના સમજે તો પણ પ્રશ્ન એનો એજ રહે છે. ક્યારેક વધારે પડતી અપેક્ષાઓ પણ આમ થવાનું કારણ બનતી હોય છે. પતિ અથવા પત્ની બન્ને એકબીજા પ્રત્યે કોઈ અપેક્ષા રાખી હોય અને એ પુરી ના થતા મનમાં જ સામેની વ્યક્તિ વિશેની પૂર્વધારણાઓ બાંધી લેતી હોય છે. અને પછી એમાંથી જ શરૂ થઈ જાય છે મન મોટાવ. અને એક સમય એવો આવે છે કે આ સંબંધમાંથી ના છૂટી શકાય છે, ના એ સંબંધને છોડી શકાય છે. અને પછી શરૂ થાય છે સમજૂતી કરવાનું નાટક દુનિયા સામે.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.