જ્ઞાન-જાણવા જેવું

સાવધાન: બંધ ગાડીમાં AC ની ઠંડી હવાને લીધે જતી રહી ઘણા લોકોની ઝીંદગી, આ સાવચેતી રાખી લો

ગાડીના એરકંડિશનરની ઠંડી હવા વ્યક્તિના શ્વાસને જમાવી રહી છે. મેરઠમાં એક વર્ષમાં બંધ ગાડીમાં એસી ચાલુ કરીને ઊંઘવાથી કે પછી આરામ કરવાથી 35 લોકોની મોત થઇ ચુકી છે. પોલીસે આ મોતને સંદિગ્ધ માનીને તપાસ કરાવી, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોને પોલીસ ગૂંચવાઈ ગઈ. ફોરેનન્સિક એરક્સપર્ટથી આ વિશે જાણકારી મેળવી તો હકીકત સામે આવી. જેમાં ખુલાસો થયો કે ગાડીમાં ગૂંગળાઈ જવાથી તેમના મૃત્યુ થયા છે.

આ ઘટનાઓને જોઈને પોલીસ હેરાન છે. એક અઠવાડિયામાં ત્રણ લોકોના મૃત્યુ બાદ પોલીસે ત્રણેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને ઝીણવટપૂર્વક તપાસ કરાવી. એ પછી પોલીસે લખનઉ, આગ્રા અને મોદીનગર લેબના ફોરેન્સિક એક્સપર્ટની સલાહ લઈને બંધ ગાડીમાં એસીને ચાલુ રાખીને સુઈ જવાથી કે પછી આરામ કરવા પ્રત્યે સાવધાની રાખવા માટે જાગૃકતા અભિયાન ચલાવવાની વાત કહી છે.

આ બાબતે ડોકટરો સાથે વાત કરતા ડોક્ટરોએ જણાવ્યું કે બંધ ગાડીમાં એસી ચલાવવાથી મોનોઓકસાઇડ ગેસ ઝેરી બની જાય છે. જેના કારણે ગાડીમાં બેસેલા વ્યક્તિનું 30-45 મિનિટમાં જ ગળું સુકાવાનું શરુ થઇ છે અને અવાજ બેસવા લાગે છે. એવી હાલતમાં જો વ્યક્તિ નશામાં હોય તો સુઈ જાય છે. ધીરે-ધીરે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે.

Image Source

ડોક્ટરોએ કહ્યું કે બંધ ગાડીમાં એસી સાથે આવનારો ગેસ ધીરે-ધીરે શરીરની અંદર જાય છે. જો વ્યક્તિ ઊંઘી રહ્યો છે તો તેને જરાક પણ ધ્યાન નથી રહેતું કે તેના શરીરમાં ઓક્સિજનની કમી થઇ રહી છે. શરીરમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધુ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને ઘણીવાર ગૂંગળાઈને મૃત્યુ પણ થઇ જાય છે.

Image Source

ડોક્ટરોએ કહ્યું કે જો ગાડીમાં એસી ચાલી રહ્યું છે તો બારીનો કાચ થોડો ખોલી દો. આમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે અને ઓક્સિજન અંદર આવશે. એનાથી ગાડીમાં હાજર લોકોને શ્વાસ લેવામાં તકલીફ નહિ થાય. ગાડીના એસીના કારણે ગાડીની અંદરનો ભાગ ઠંડો થઇ જાય છે અને એન્જીન ઘણું ગરમ થઇ જાય છે. એટલે આવી ઘટના ઘટવાની આશંકા વધી જાય છે.

Image Source

ડોક્ટરોએ કહ્યું કે કારનું રેડિયેટર, એન્જીન અને એક્ઝોસ્ટ ફેનની સર્વિસ કરાવતા રહેવું જોઈએ. ગરમીમાં બંધ ગાડીમાં એસી ચાલુ રાખવાથી કાર્બન મોનોઓકસાઇડ ગેસ એન્જીનથી થઈને ઝેરી બની જાય છે. આખા દેશમાં આ કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. બંધ ગાડીમાં એક્ઝોસ્ટ ફેન હંમેશા ચાલ રાખો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.