રસોઈ

દૂધી ચણાનું સ્વાદિષ્ટ શાક બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને, દૂધી નહી ખાતા હોય એ પણ હોંશે હોંશે ખાશે એવો ટેસ્ટ છે ….

એકલી દૂધી ન ખાતા હોય તો આજે બનાવો દૂધી ચણાનું સ્વાદિષ્ટ શાક, દાળમાં પ્રોટીનનો સ્ત્રોત ભરપૂર હોવાથી હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો બનાવો આ સ્વાદિષ્ટ દાળ. ભાત અને ગરમા ગરમ રોટલી સાથે ખાવામાં ખૂબ જ મજા આવશે.

સામગ્રી

 • ચણાની દાળ પલાળેલી ૧ વાડકી
 • દૂધી ૨૫૦ ગ્રામ
 • ટામેટું ૧ નંગ
 • તેલ ૧/૫ ચમચી
  રાય ૧/૨ ચમચી
 • હિંગ ચપટી
 • કઢી પતાં ૪/૫ નંગ
 • સૂકું લાલ મરચું ૧/૨ નંગ
 • લીલું મરચું આદુ ૧ ચમચી
 • હળદર ૧/૨ ચમચી
 • લાલમરચું ૧ ચમચી
 • ધાણાઝીરું ૧ ચમચી
 • ગરમ મસાલો ૧ ચમચી
 • ગોડ ૧ ચમચી ઓપ્શનલ
 • પાણી ૨૫૦ મિલી
 • મીઠું સ્વાદમુજબ

રીત
• સૌપ્રથમ એક કુકર ગરમ કરવા મુકો ગરમ થાય
• એટલે એમાં તેલ એડ કરી એમાં રાય એડ કરો પછી એમાં હિંગ અને કઢી પતા એડ કરો
• પછી એમાં સૂકું લાલ મરચું એડ કરો લીલું મરચું અને આદુ એડ કરો અને એમાં પછી ટામેટું એડ કરો
• અને મિક્સ કરી લો અને પછી હળદર એડ કરો અને મિક્સ કરી લો પછી એમાં દૂધી અને ચાના ની દાળ એડ કરી લો અને એનું પાણી નિતારી ને એડ કરવું
• પછી એને મિક્સ કરી લો અને પછી એમાં ગોડ એડ કરો જો તમને ગળ્યું પસંદ હોઈ તો જ ગોડ એડ કરજો એના પછી ૨૫૦ મિલી જેટલું પાણી એડ કરી લો પછી એમાં ગરમ મસાલો એડ કરો
• અને બરો બે હલાવી દો અને મિક્સ કરી લો પછી કુકર નું ઢાંકણ બન્દ કરી લો અને ૪ વિસલ વગાડી લો અને
• તૈયાર થાય પછી એમાં ધાણા થી ગાર્નિશ કરો તો ત્યાર છે આપણું દૂધી ચનાનું શાક

સૌજન્ય : ગુજરાતી કિચન – Gujjurocks Team

જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે અમારી ‘ગુજરાતી કિચન’ નામની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી.