જાણવા જેવું

શું તમે પણ દૂધની કોથળી ખોટી રીતે તો નથી કાપી રહ્યાં ને? વાંચો આ વાત સમજાઈ જશે કે ખોટી રીતે થેલી કાપવાથી કેટલું મોટું નુકશાન આપણે કરી રહ્યા છે

તમને એમ થશે કે વળી દૂધની કોથળી તો કોઈ પણ રીતે ખોલી શકાય, તેમાં સાચી કે ખોટી રીત કેવી રીતે હોઈ શકે?

પરંતુ આ વાંચીને તમને પણ નવાઈ લાગશે કે આપણા ભારતમાં મોટાભાગના લોકો દૂધની કોથળીને ખોટી રીતે ખોલે છે. તમે પણ કદાચ એમાંથી જ એક હોઈ શકો છો..

Image Source

મોટાભાગના ઘરોમાં દૂધનો વપરાશ થાય છે, સવારે ઉઠતાની સાથે ચા બનાવવાથી લઈને રાત્રે સૂતી વખતે દૂધ પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મોટાભાગના શહેરોમાં દૂધ પ્લાસ્ટિકની થેલીમાં જ આવતું હોય છે, ગામડા સિવાય થોડી એવી જગ્યાઓ હશે જ્યાં છૂટક દૂધ પણ મળતું હશે અને હવે તો મોટાભાગના ગામડાઓમાં પણ દૂધની થેલી સરળતાથી મળે છે.

Image Source

પરંતુ ઘરમાં આવેલી આ દૂધની થેલીને આપણે એક ખૂણો કાપી અને દૂધ કોઈ વાસણમાં કાઢતા હોઈએ છીએ, ખરું ને? પરંતુ તમને જણાવી દઈએ કે આ રીતે એકદમ ખોટી રીત છે, દૂધની થેલીનો જે ટુકડો તમને કાપીને ફેંકી દીધો છે એ પર્યાવરણ માટે ખુબજ નુકશાનકારક છે.

Image Source

હવે તમને મનમાં એમ પણ પ્રશ્ન થશે કે એક નાનો ટુકડો પર્યાવરણને નુકશાન કેવી રીતે પહોંચાડી શકે? તો તમે પેલી કહેવત તો સાંભળી જ હશે ને “ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય” બસ આ વાત પણ એના જેવી જ છે. તમારા ઘરમાં દિવસ દરમિયાન 2 કે 3 થેલી દૂધના 2 કે 3 ટુકડા નીકળશે, તમારા આડોશી પાડોશી, સોસાયટી અને તેની આજુબાજુનો વિસ્તાર, આખું શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય અને આખા દેશના ટુકડા એક દિવસના માત્ર ગણીએ તો કેટલા થાય? સરવાળો પણ નહિ કરી શકીએ આપણે, એ નાના નાના ટુકડાઓ જ ભેગા થઈને મોટું પ્રદુષણ સર્જી શકે છે. વળી આ ટુકડાઓ એકદમ નાના હોવાના કારણે રીસાઇકલ પણ નથી થઇ શકતા. આ એવું પ્લાસ્ટિક છે જે 400 થી 600 વર્ષ સુધી નાશ થઇ શકતું નથી. જેથી વિચારી લો આપણે આપણી આવનાર પેઢીને શું આપવા જઈ રહ્યા છે.

Image Source

આ તો થઇ માત્ર દૂધની થેલીની વાત. આ ઉપરાંત આપણે છાશ, દહીં, ચિપ્સના પેકેટ અને બીજા એવા પ્લાસ્ટિક પેકેટમાં આવતી ખાવાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જેની થેલીને પણ કંઈક આજ રીતે આપણે તોડીને નાખતા હોઈએ છે.

હવે મુખ્ય વાત એ કે આ રીતે થેલીને ના કાપીએ તો સાચી રીત કઈ છે?

Image Source

બેંગ્લોરના તેજસ્વીની અનંતકુમાર જે એક સામાજિક કાર્યકર છે તેમને એક વિડિઓ દ્વારા આ આખી હકીકત સમજાવી, તેમને માત્ર બેંગ્લોર શહેરમાં એક દિવસમાં 50 લાખ ટુકડાઓ બહાર આવે છે તો સમગ્ર દેશમાં કેટલા ટુકડા બહાર આવતા હશે તેના વિશે ચિંતા વ્યક્ત કરતા સાચી રીતે દૂધની થેલી કેવી રીતે કપાય તેનો વિડિઓ પણ બનાવ્યો.

દૂધની થેલીને એ રીતે કાપવામાં આવે જેનાથી તેનો કોઈ ટુકડો બહાર ના નીકળી શકે, દૂધ પણ સરળતાથી બહાર નીકળી જાય અને પ્લાસ્ટિકનો ટુકડો પણ કાપવો ના પડે. આ રીતે એ દૂધની થેલીને રીસાઇકલ કરી શકાય છે. જેનાથી પર્યાવરણને બચાવી શકાય છે.

દૂધની થેલીનો નીકળેલો ટુકડો કોઈ પ્રાણી, પક્ષી કે માછલીના મોઢામાં જતા પણ તેમના જીવનું જોખમ બની શકે છે, આપણે ફેંકેલો એક નાનો ટુકડો ઘણો મોટો વિનાશ સર્જવા માટે જવાબદાર થઇ શકે છે. જો ગંભીર બાબત ઉપર આપણે આજથી જ વિચારવાનું શરૂ કરી દઈશું તો આપણી આવનારી પેઢીઓ માટે પણ તે લાભદાયક છે. તો મિત્રો આજથી જ સાચી રીતે દૂધ, દહીં, છાસ કે કોઈ ખાણીપીણીનું પેકેટ લાવીએ તો એને એ રીતે કાપીએ કે તેમાંથી કોઈ ટુકડો બહાર નીકળી પ્રદુષણને નુકશાન ના કરે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.