મનોરંજન

દૂધ જેવી સફેદ રંગ માટે ફેમસ છે આ 9 બૉલીવુડ અભિનેત્રીઓ, છેલ્લા નંબરની તો ભાગી ગઈ હતી ડોન સાથે…

બૉલીવુડની અભિનેત્રીઓ દુનિયાભરમાં પોતાની સુંદરતા માટે જાણવામાં આવે છે અને તેની સુંદરતાની ચર્ચાઓ તમે પણ ખુબ જ સાંભળી હશે. આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સુંદરતા દૂધ જેવી સફેદ છે અને તેઓ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે, જો કે એવું પણ કહી શકાય કે આ અભિનેત્રીઓને મેકઅપની કોઈ જરૂર જ નથી, તેઓ પ્રાકૃતિક રીતે જ દૂધ જેવી સફેદ અને સુંદર છે.

1. કરીના કપૂર:

Image Source

બૉલીવુડની સુપરહિટ અભિનેત્રી કરીના કપૂરની પાસે સફળ ફિલ્મોની લાંબી લિસ્ટ છે સાથે જ તેની સુંદરતા પણ કોઈથી ઓછી નથી. વિના મેકઅપ પણ કરીના ખૂબ જ સુંદર દેખાય છે. બૉલીવુડની સૌથી સુંદર અને રૂપાળી અભિનેત્રીઓમાં કરીના કપૂરને પણ સામેલ કરવામાં આવી છે.

2. અનુષ્કા શર્મા:

Image Source

ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરીને દરેકનું દિલ તોડી દેનારી અનુષ્કા શર્મા જેટલી ટેલેન્ટેડ છે તેટલી જ સુંદર પણ છે તેનો રંગ દૂધ જેવો જ સફેદ છે. સુલતાન, પીકે, સુઈધાગા, રબ ને બનાદી જોડી, જબ તક હૈ જાન, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

3. કેટરિના કૈફ:

Image Source

કેટરિના કૈફ બૉલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. અને પોતાની મહેનતના દમ પર તેણે બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. કેટરિનાનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે. તે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે. ફિલ્મ ભારતમાં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.

4. યામી ગૌતમ:

Image Source

બોલિવૂડની અભિનેત્રી યામી ગૌતમ પણ ખૂબ જ ગોરી છે. તેને ઘણી બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે પણ ફિલ્મોમાં આવતા પહેલા તેણે કેટલીક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેના ગોરા રંગને કારણે જ ફેર એન્ડ લવલીની એડ્સમાં કામ કરીને તે ઘણી પ્રખ્યાત બની ગઈ છે.

5. જેકલીન ફર્નાન્ડિઝ:

Image Source

મૂળ શ્રીલંકાની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાનો સિક્કો બૉલીવુડમાં જમાવી રાખ્યો છે તેમણે બૉલીવુડમાં એકથી એક હિટ ફિલ્મો કરી છે. જેટલી જેકલીન ફિટ છે તેટલી જ તે તેની સુંદરતા માટે પણ ઓળખાય છે. જેકલીનનો રંગ એટલો સફેદ છે કે તેને મેકઅપની કોઈ જરૂર જ નથી રહેતી.

6. તમન્ના ભાટિયા:

Image Source

તમન્ના ભાટિયા એક એવી અભિનેત્રી છે કે જે મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગે છે. તેનો રંગ ખૂબ જ ગોરો છે. તેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મોથી કરી હતી. બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં જોવા મળેલી આ અભિનેત્રી એન્ટરટેનમેન્ટ જેવી બોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળી છે.

7. હંસિકા મોટવાની:

Image Source

ફિલ્મ આપકા સુરુરમાં હિમેશ રેશમિયા સાથે જોવા મળેલી અભિનેત્રી હંસિકા મોટવાનીનો સમાવેશ બોલિવૂડની ગોરી અભિનેત્રીમાં કરવામાં આવે છે. તેણે ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી એડ ફિલ્મ્સમાં પણ  મળી છે. આ પહેલા તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવી સીરિયલમાં અને ફિલ્મમાં જોવા મળી છે.

8. તાપસી પન્નુ:

Image Source

સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં પણ તાપસીનું નામ ઘણું પ્રખ્યાત છે. તે ખરેખર ખૂબ જ ગોરી છે. તેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મોથી કરી હતી. બોલિવૂડમાં નામ શબાના, પિન્ક, મનમર્ઝીયા જેવી ફિલ્મોમાં તેના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

9. મોનિકા બેદી:

Image Source

90ના દશકની અભિનેત્રી મોનિકા બેદીએ ઘણી ફિલ્મો કર્યા પછી અંડરવર્લ્ડના ડોનની સાથે ભાગી ગઈ હતી. જયારે તેઓની ધરપકડ કરવામાં આવી ત્યારે અબુ સલેમની સાથે સાથે મોનિકા બેદીને પણ સજા આપવામાં આવી હતી. હવે તે પોતાના ભાગની સજા ભોગવીને જેલની બહાર આવી ગઈ છે અને ઘણા પ્રોજેક્ટમાં કામ પણ કરી ચુકી છે.