ખબર

દુબઇ પોલીસ દ્વારા કોરોનાનું સ્ક્રીનિંગ થાય છે સ્માર્ટ હેલ્મેટ દ્વારા, જાણો સમગ્ર વિગત

ચીનના વુહાન શહેરમાંથી હાહાકાર મચાવનાર કોરોનાએ હાલ આખા વિશ્વને ભરડામાં લીધો છે. વિશ્વમાં અમુક જગ્યા પર જગ્યા પર લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. દુબઇમાં પણ હાલ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે.

Image source

દુબઇ પોલીસ કોરોના વાયરસના સ્ક્રીનિંગ માટે સ્માર્ટ હેલ્મેટનો ઉપયોગ કરી રહી છે. દુબઇ પોલીસ દ્વારા સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતા લોકોની તપાસ હાથ ધરી રહી છે. ઇન્ફા કેમેરા અને અન્ય આર્ટીફિશીયન ઇન્ટેલિજન્સ ટેક્નિકથી સજ્જ છે.

લીજ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ટેમ્પરેચર ડિટેક્ટરથી સજ્જ હેલ્મેટ્સ થોડી જ સેકેન્ડમાં લોકોનું તાપમાન સ્કેન કરી લે છે. હેલ્મેટ ફેસ રેકગ્નિશન ટેકનોલોજી અને કાર નંબર રીડિંગ ટેકનોલોજીથી પણ સજ્જ છે.

Image source

જણાવી દઈએ કે, યુએઈમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 28 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 4933 લોકો પોઝીટીવ જોવા મળ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.