સંયુક્ત અરબ અમિરાત (યુએએઇ )ના પ્રધાન મંત્રી અને અરબપતિ શેખ મોહમ્મ્દ બિન રશીદ અલ મક્તુમની પત્ની રાડો હયા પતિને છોડી દુબઇથી ભાગી ગઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાજકુમારી હયા તેના બાળકો સાથે લંડનમાં છુપાઈ છે.હયા તેના પતિ સાથે લગ્નનજીવનનો અંત લાવવા માંગે છે. તેથી તે સાથે યુએઈ 31 મિલિયન પાઉન્ડ (લગભગ 271 કરોડ)રૂપિયા લઈને ભાગી ગઈ છે. આ રૂપિયાથી નવી જિંદગી શરૂ કરવા માંગે છે.

જોર્ડનના કિંગ અબ્દુલાહ (શાહ અથવા રાજા)ની સૌતેલી બહેન હયા તેના પતિથી તલાક લેવા માંગે છે. જાણકારી મુજબ દુબઇથી નીકળેલી હયા જર્મનીમાં રહેવા અંગે છે. તેણીએ જર્મની સરકાર પાસે તેના બાળકો જાલીયા (11 વર્ષ) અને જાયદ (7 વર્ષ)સાથે રહેવા માટે રાજનૈતિક શરણ માંગી છે.
કોઈ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, મખતુમે જર્મનીથી હયાને દુબઇ મોકલવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ જર્મનીના અધિકારીઓએ તેનો અસ્વીકાર કર્યો હતો. આથી બન્ને દેશ વચ્ચે સંબંધમાં તણાવ આવી શકે છે.

જણાવી દઈએ કે,રાજકુમારી હયા ઓક્સફોર્ડ યુનિવર્સીટીઅમથી ભણી છે. છેલ્લે તે 20 મેના રોજ દેખાઈ હતી. ત્યારબાદ તેની ફક્ત ચર્ચા ચાલી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી તો કોઇ સાર્વજનિક કાર્યક્રમ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી ના હતી. તેની પહેલા તે સાર્વજનિક કાર્યક્રમમાં પણ સક્રિય જોવા મળતી હતી.સોશિયલ મીડિયામાં તેની છેલ્લી પોસ્ટ 20 મેએ જોવા મળી હતી.

આ પહેલા મખતુમની પુત્રી રાજુકુમારી લતીફાએ પણ દેશ છોડવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય તટથી દૂર સમુદ્રમાં એકે બોટ માંથી પકડી લેવામાં આવી હતી. ત્યારબાદ તે પણ નજરે નથી આવી. કહેવામાં આવી રહ્યું છે કે તે યુએઈમાં નજરે બંધ છે. લતીફાએ આરોપ લગાવ્યો હતો કે,પિતાના અત્યાચારના કારણે દેશ છોડવા મજબુર થઇ હતી.

અરબ મીડિયામાં ચાલી રહેલી ખબરો અનુસાર પ્રિન્સેસ હયાને દુબઇથી કાઢવામાં જર્મનીના રાજનાયિકોએ મદદ કરી છે. કારણકે આટલા પૈસા અને બાળકોને લઈને દુબઈથી નીકળવું આસાન નથી.
મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલામાં દાવો કરવામાં આવ્યો છે કે,જર્મનીના રાજનનાયીકો સાથે હયાને સંબંધ સારા છે. તેવામાં તેને દેશથી બહાર લાવવામાં જર્મનીની દૂતાવાસની મદદ લઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks