ખબર

મોટો ચમત્કાર: કોવિડ દર્દીનું 1.5 કરોડનું બિલ હોસ્પિટલે કર્યુ માફ, પછી જે કર્યુ તે ચોંકાવનારું છે

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયેલો છે અને આ વાયરસથી લાખો લોકો દુનિયાભરમાં સંક્રમિત થઇ રહ્યા છે. કોરોના વાયરસનો કોઈ ઈલાજ નથી છતાં પણ હોસ્પિટલમાં ભરતી થવા ઉપર લાખો રૂપિયાનો ખર્ચો થઇ જવાની વાતો આપણે સાંભળી અને જોઈ પણ હશે, પરંતુ આ દરમિયાન દુબઈમાંથી માનવતાની મહેક પ્રસરાવે તેવા એક સમાચાર સામે આવ્યા છે.

Image Source

તેલંગાંણાના જગતિયાલ જિલ્લાનો 42 વર્ષનો રાજેશની દુબઈની અંદર 23 એપ્રિલના રોજ તબિયત ખરાબ થઇ ગઈ હતી. કોરોનાનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ રાજેશને દુબઈની એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. જ્યાં તેનો ઈલાજ 80 દિવસ સુધી ચાલ્યો,  આ 80 દિવસ દરમિયાન તેનું હોસ્પિટલનું બિલ 7,62,55 દિરહામ એટલા કે ભારતીય નાણાં અનુસાર એક કરોડ 52 લાખ રૂપિયા જેટલું આવ્યું.

Image Source

રાજેશને હોસ્પિટલની અંદર દુબઈના ગલ્ફ વર્કર્સ પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષ ગુંદેલી નરસિમ્હા લઇ ગયા હતા અને તેઓ સતત તેના સંપર્કમાં હતા. તેમને રાજેશના આ મામલાને દુબઇમાં ભારતીય વાણિજ્ય દુતાવાસના અધિકારી શ્રીમાનસુથરેડ્ડી સામે રાખ્યો.

Image Source

આ ઉપરાંત વાણિજ્ય દૂતાવાસના અધિકારી શ્રી હરજીત સિંહે દુબઇની હોસ્પિટલ પ્રબંધનને પણ એક પત્ર લખ્યો અને માનવીય આધાર ઉપર તે ગરીબનું બિલ માફ કરવા માટે પણ જણાવ્યું, આ બાબાતે હોસ્પિટલ તરફથી હકારાત્મક જવાબ મળ્યો અને રાજેશનું બિલ માફ કરવામાં આવ્યું.

Image Source

હોસ્પિટલ દ્વારા ના માત્ર રાજેશનું બિલ જ માફ કરવામ આવ્યું, પરંતુ તેની ભારતની ટિકિટ પણ કરાવી આપી અને ખર્ચ માટે 10 હજાર રૂપિયા પણ આપ્યા. ભારત પહોંચતા જ અધિકારીઓ રાજેશને એરપોર્ટ ઉપર રિસીવ્ડ કર્યો અને સુરક્ષિત તેના પરિવારને સોંપ્યો. રાજેશ હવે ઘરમાં જ 14 દિવસ સુધી હોમકવોરેન્ટાઇન રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.