અજબગજબ ખબર

આ પ્રેમાળ વસ્તુ માટે દુબઈના પ્રિન્સે પોતાની મર્સીડીઝ SUV પણ છોડી દીધી, હવે દુનિયાભરમાં થઈ રહી છે પ્રસંશા

આપણી આસપાસ પક્ષીઓ રહેતા હોય છે અને તે આપણા ઘરની ગેલેરીમાં કે ક્યારેક ઘરની અંદર પણ માળો બનાવીને ઈંડા મુકતા હોય છે. ત્યારે આપણે તેને ઉડાવતા નથી સાચવીએ છીએ. આવું જ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહંમદ બિન રાશિદ અલ મકતૂમની મોંઘી ગાડી ઉપર પણ થયું. તેમની ગાડી ઉપર પણ એક પક્ષીએ ઈંડા મુક્યા અને પછી જે થયું તે ખરેખર સૌને ચકિત કરનારું હતું.

Image Source

જયારે પ્રિન્સને ખબર પડી કે પક્ષીએ તેમની ગાડી ઉપર માળો બનાવ્યો છે ત્યારે તરત જ તેમને પોતાની મોંઘી દાટ લક્ઝુરિયસ મર્સીડીઝ એસયૂવીનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો અને ગાડીને એમ જ ઉભી રાખવી દીધી. સાથે જ તેમને આ માળાની સંભાળ પણ રખાવી.

Image Source

પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં ક્રાઉન પ્રિન્સે એ પક્ષી અને તેના બચ્ચાને બતાવ્યું છે કે કેવી રીતે તેને માળો બનાવીને ઈંડા આપ્યા છે. તેમને કેપશનમાં લખ્યું છે. “ઘણીવાર જીવનમાં નાની વસ્તુઓ પૂરતાથી પણ વધારે હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પક્ષીના બચ્ચા ઇંડામાંથી બહાર નીકળે છે અને પોતાની માતા સાથે રમવા લાગે છે. થોડા જ સમય બાદ બચ્ચાની મા તેમને ખાવાનું ખવડાવે છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો ક્રાઉન પ્રિન્સની પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા તો એમ પણ લખવામાં આવ્યું છે. “તમે ખરેખર રાજા છો. પક્ષીઓ માટે તમારા દિલમાં ખુબ જ પ્રેમ છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.