બે પત્નીઓએ મળી એકના એક પતિની કરાવી દીધી હત્યા, લાખો રૂપિયામાં પતિની હત્યાની આપી સોપારી- દીકરીએ પણ આપ્યો સાજિશમાં સાથ

દીકરીએ પણ આપ્યો હત્યામાં સાથ : બે પત્નીઓએ કરાવી એકના એક પતિની હત્યા, અધધધ લાખ આપ્યા- જાણો શું હતું કારણ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ હત્યાનું કારણ હોય છે. ઘણીવાર સંપત્તિની લાલચમાં પણ હત્યા થઇ હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 6 જુલાઈની રાત્રે DTC બસ ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં બે પત્નીઓ સહિત મૃતકની પુત્રીની ધરપકડ કરી છે. હત્યા બાદ બંને પત્નીઓ મિલકતને વહેંચવા માંગતી હતી.

બીજી પત્ની જે નજમાથી ગીતા બની હતી, તેણે તેના કઝિન ભાઇને હત્યા માટે 15 લાખની સોપારી આપી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ દક્ષિણપુરીમાં રહેનારી ગીતા દેવી ઉર્ફે ગીતા, કોમલ (21) અને ગોવિંદપુરીની ગીતા દેવી ઉર્ફે નજમા તરીકે થઈ હતી. કોમલ સંજીવની પહેલી પત્ની ગીતાની દીકરી હતી. દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. સાઉથ ઈસ્ટ ડીસીપીએ જણાવ્યું કે 6-7 જુલાઈની રાત્રે પોલીસને મજીદિયા હોસ્પિટલથી માહિતી મળી હતી કે ગોવિંદપુરીના સંજીવને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. અકસ્માત થયો હોવાનું સંબંધીઓ જણાવી રહ્યા છે.

માહિતી પર પોલીસને ખબર પડી કે સંજીવને તેની પત્ની ગીતા ઉર્ફે નજમાએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસને આપેલા નિવેદનમાં નજમાએ જણાવ્યું કે તે તેના પતિ અને પુત્રી સાથે બાઇક પર શાકભાજી માર્કેટથી ઘરે જઈ રહી હતી, ત્યારે તેનો પતિ બાઇક પરથી પડી ગયો. તેને ખબર ન હતી કે પતિને ગોળી વાગી હતી. આ પછી પોલીસે હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. એસએચઓના નેતૃત્વમાં ટીમની રચના કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી ગીતા ઉર્ફે નજમા પોલીસને ગેરમાર્ગે દોરી રહી હતી.

પત્નીએ પોલીસને જણાવ્યું કે તેના પતિ સંજીવને કાલકાજી ડેપોના ડીટીસી કર્મચારીઓએ ગોળી મારીને ધમકી આપી હતી. કાલકાજી ડેપોના ડીટીસી કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં મૃતક ડીટીસીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. જો કે તપાસ દરમિયાન ગીતાની વાતમાં કોઈ સત્યતા જણાઈ ન હતી.પોલીસને મૃતકની પત્ની ગીતા ઉર્ફે નજમાની હત્યાની આશંકા હતી. ગીતાની ફરી પૂછપરછ કરવામાં આવી અને તેનો મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો. મોબાઈલ ફોન ચેક કરતાં જાણવા મળ્યું કે તેણે સંજીવની બાઇકનો ફોટો નઈમ નામના વ્યક્તિને શેર કર્યો હતો.

તેણે તે તસવીર 5 જુલાઈએ લીધી હતી અને તે જ દિવસે તેને ડિલીટ કરી દીધી હતી. શંકાનાં આધારે ગીતા ઉર્ફે નજમાની કડક પૂછપરછ કરવામાં આવી તો તેણે ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે તેના પતિએ બે લગ્ન કર્યા છે. સંજીવના વર્તનથી પરેશાન થઈને તેની પહેલી પત્ની ગીતા તેની બે દીકરીઓ સાથે દક્ષિણપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. પ્રથમ પત્ની ગીતાએ તેની પુત્રી કોમલના હાથે નજમાને ફોન મોકલ્યો હતો. તે મોબાઈલથી બંને એકબીજા સાથે વાત કરતા હતા. નજમા તે મોબાઈલ પાડોશીના ઘરમાં છુપાવતી હતી.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે પહેલી પત્ની ગીતા, દીકરી કોમલ અને બીજી પત્ની નજમાએ બે-ત્રણ વર્ષ પહેલાં સંજીવ કુમારની હત્યાની યોજના બનાવી હતી અને મિલકતને એકબીજા વચ્ચે વહેંચવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ત્રણેયે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ગીતાએ નજમાને જે મોબાઈલ ફોન આપ્યો હતો તે જ મોબાઈલ પર નજમાએ તેના કઝિન ભાઇ ઈકબાલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેને શાર્પ શૂટરની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું. ઈકબાલે નજમાને શાર્પ શૂટર નઈમ સાથે સંપર્કમાં આવવા કહ્યું. નઈમે હત્યા માટે રૂ. 15 લાખમાં સોદો કર્યો હતો.

Shah Jina