ખબર

પ્રદર્શનકારીઓને શાંત કરવા ડીએસપીએ કર્યું કંઈક એવું કે લોકો શાંતિથી પાછા વળી ગયા, સોશિયલ મીડિયામાં વિડિઓ થયો રહ્યો છે વાયરલ

છેલ્લા થોડા દિવસથી દેશનો માહોલ એકદમ ગરમ થયેલો જોવા મળે છે, દેશમાં ઠેર ઠેર લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા લોકો દેશની સંપત્તિને નુકશાન પણ પહોંચાડી રહ્યા છે. પોલીસને પણ ઘણી જગ્યાએ બળપ્રયોગ કરીને પણ ભીડને શાંત કરવાનો પ્રયત્ન કરવો પડ્યો છે. તે છતાં પણ લોકો બેકાબુ બનતા જાય છે.

Image Source

ગઈકાલે અમદાવાદના શાહ આલમમાં પણ આ વિરોધના વાદળો આવી પહોંચ્યા, એ સૌ દૃશ્યો આપણે ટીવીમાં નિહાળ્યા જ હશે, પોલીસ ઉપર જે રીતે ટોળાનો હુમલો થયો એ જોતા ઘણું જ દુઃખ પણ મનમાં થયું જ હશે.

Image Source

એક તરફ જયારે આ પ્રકારના વિરોધો, આંદોલનો અને પ્રદર્શનો થઇ રહ્યા છે ત્યારે પોલીસ શાંતિ લાવવા માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં જયારે આ રીતે આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે કર્ણાટકના બેંગલુરુમાં પણ લોકોએ પ્રદર્શન કર્યું હતું.

Image Source

પરંતુ આ આંદોલને ત્યારે એક નવું જ સ્વરૂપ ધરાણ કર્યું જયારે પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે એક પોલીસ ઓફિસરે રાષ્ટ્રગાનનો સહારો લીધો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લુરુના ટાઉનહોલમમાં લોકો પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી  જવા માટે આદેશ આપ્યો, પરંતુ રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ ત્યાં જ અડ્યા રહ્યા ત્યારે બેંગ્લુરુ સેન્ટ્રલના ડીસીપી ચેતન સિંહ રાઠોડે આ પ્રદર્શનકારીઓને શાંત કરવાની કમાન સાંભળી અને સૌના આશ્ચર્ય વચ્ચે ડીસીપીએ પ્રદર્શનકારીઓ ને સમજાવી અને તેમની સાથે મળીને રાષ્ટ્રગાન ગાવાની શરૂઆત કરી. પ્રદર્શનકારીઓએ પણ ડીસીપીના ભાવને સમજી શાંતિપૂર્વક ત્યાંથી ચાલ્યા પણ ગયા.

ડીસીપી ચેતન સિંહ રાઠોડનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, લોકો આ વિડિઓ જોઈને ડીસીપીના વખાણ પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ: