DSP સાહેબની BMW ગાડી પર પડી ધૂળ, ટુવાલ લપેટીને જ રસ્તા વચ્ચે પાડોશી ને ટીપી નાખ્યો, કેસ પણ દાખલ કરાવી દીધો

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો ફની હોય છે તો ઘણા મારપીટના હોય છે. મારપીટના વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર સનસની ફેલાઇ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોઇને તમે પણ ચોંકી ઉઠશો. મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નિર્માણાધીન મકાનમાંથી ડીએસપીની BMW કાર પર ધૂળ ઉડી હતી. આ પછી બંને વચ્ચે વિવાદ થયો. વીડિયોમાં માર મારનાર ડીએસપી આ યુવકને અંડરવેરમાં માર મારી રહ્યો છે.

જેને DSP માર મારી રહ્યા હતા તે યુવકના ઘરે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. લડાઈ દરમિયાન ડીએસપીની લુંગી પણ ખુલી ગઇ હતી. આ પછી પણ તે અન્ડરવેરમાં મારતા જોવા મળી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે, આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ આખો મામલો ઈન્દોરના કનેડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્ય વિહાર કોલોનીનો છે.

ડીએસપી વેદાંત શર્માનું ઘર લક્ષ્ય વિહાર કોલોનીમાં છે. વેદાંત શર્મા હાલમાં ઉજ્જૈન લોકાયુક્તમાં ડીએસપી તરીકે કાર્યરત છે. સંદીપ વિજનું ઘર તેમના ઘરની બાજુમાં છે. સંદીપ ગુજરાતમાં કામ કરે છે, તેમના ઘરમાં બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે ડીએસપી વેદાંત શર્માની BMW કાર પર ધૂળ ઉડી હતી. આના પર ડીએસપીએ કામદારોને બોલવાનું શરૂ કર્યું.

મજૂરોએ આ અંગેની માહિતી ઘરના માલિકને આપી હતી. સંદીપ વિજ મામલો ઉકેલવા ઈન્દોર પહોંચ્યા હતા અને સંદીપ વિજ પાડોશી ડીએસપી પાસે પહોંચ્યા તો બંને વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલી મારપીટમાં ફેરવાઈ ગઈ. આ મામલે બંને પક્ષોએ કનેડિયા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે આ મામલામાં કોઈ એફઆઈઆર નોંધી નથી.

Shah Jina