શિયાળા સ્પેશિયલ ગરમા-ગરમ એનર્જી મિલ્ક બનાવો હવે ઘરે જ નોંધી લો રેસિપી, નાના-મોટેરા બધાને ભાવશે આ વિન્ટર સ્પેશિયલ એનર્જી મિલ્ક

0
Advertisement

શિયાળો શરુ થઇ ગયો છે ત્યારે આપણે હવે ઘરે રોજ શિયાળામાં ખવાતી વાનગીઓ બનાવીને ખાવાની શરૂઆત પણ થઇ ગઈ હશે. શિયાળાની સીઝનમાં અડદિયા, ગુંદર પાક, ખજૂર પાક, ચીકી જેવું વસ્તુની સેવન વધારે કરવામાં આવે છે. ગરમાગરમ દૂધ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. તો આજે જોઈએ ગરમાગરમ દૂધ બનાવવાની રેસિપી-

સામગ્રી:

  • દૂધ 500 ગ્રામ
  • ખજૂર 5/6 નંગ
  • ડ્રાયફ્રૂટ 3 ચમચી
  • એલચી પાવડર 1 ચમચી

રીત:

સૌપ્રથમ એક બાઉલમાં દૂધ ગરમ કરવા મુકો.
દૂધ ગરમ થઈ એટલે એમાં ખજૂરના પીસ એડ કરી ગરમ થવા દો.
આ બાદ એલચી પાવડર એડ કરી ગરમ થવા દો પછી ડ્રાયફ્રૂટ એડ કરી મિક્સ કરી લો.
એક ઉભરો આવે એટલે એને ઠંડુ પાડી મિક્સરમાં એક વાર ગ્રાઇન્ડ કરી લો.
ખજૂર બરોબર મિક્સ થઈ જાય અને પીવામાં ના આવે મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય પછી એને ડ્રાયફ્રૂટથી ગાર્નીસ કરો.
તો તૈયાર છે ઠંડીમાં ગરમ ગરમ દૂધ જરૂરથી બનાવજો.

ગરમાગરમ દૂધ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here