ખબર

નશામાં ધૂત યુવતી બની પોલીસ માટે માથાનો દુખાવો, પેટ્રોલપંપમાં કરી તોડફોડ

કોરોના વાયરસના વધતા સંકટને લઈને લોકડાઉન વધારવામાં આવ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની માંગ પર છૂટ આપી છે. લોકડાઉન દરમિયાન દારૂ વેચવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દારૂની દુકાન ખોલ્યા બાદ દુકાનો પર લાંબી લાઈનો લાગી હતી. આટલું જ નહીં લોકો દારૂ પીને ઘણો હંગામો પણ કરે છે જેની તસ્વીર અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Image Source

આવી જ એક તસવીર મધ્યપ્રદેશના અનુપુર જિલ્લામાંથી બહાર આવી છે. જ્યાં રાત્રે 9 વાગ્યે એક મહિલા પેટ્રોલ પમ્પ પર દારૂના નશામાં આવી હતી અને આ યુવતી કોણ હતી, તે કોની સાથે પેટ્રોલ પંપ પર કેવી રીતે પહોંચી હતી. 40 દિવસના લોકડાઉન અને પ્રતિબંધમાં દારૂ ક્યાંથી મળ્યો હતો. આ બધા જ સવાલના જવાબ પોલીસ શોધી રહી છે.

Image source

ત્યારબાદ મહિલા દ્વારા પેટ્રોલમાં કરેલા હોબાળાને ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા. થોડા જ કલાકમાં આ આખી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતું.આ દરમિયાન ઉમેશ રાયે જણાવ્યું કે, તેઓ પેટ્રોલ પમ્પ પર એક ખૂણામાં બેઠા હતા, અચાનકએક યુવતી નશાની હાલતમાં એક યુવતી આવી કોઈ કારણ વિના તેમનો અપશબ્દો શરૂ કરી હતી. જ્યારે મહિલા રોકાઈ ત્યારે તેને મારવાની કોશિશ કરી હતી. ઉમેશ રાયને પણ પોતાને બચાવવાની પ્રક્રિયામાં પમ્પ પર મુકેલા સલામતી સાધનો ફેંકી દેતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પમ્પ માલિકે પોલીસને પોલીસને જાણ કરી અને મુશ્કેલીમાંથી બચાવી લીધા હતા.

Image Source

દારૂના નશામાં ધૂત આ યુવતીને લઇને પોલીસ જિલ્લા હોસ્પિટલમાં દોડી ગઈ હતી. જ્યાં આ યુવતીએ જિલ્લા હોસ્પિટલમાં તૈનાત કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. પોલીસે ઘણા પ્રયાસો બાદ પણ યુવતીની ઓળખ થઇ શકી ના હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.