ખબર

20 વર્ષના છોકરાએ નશાની હાલતમાં ચાલવાનું શરુ કર્યું , હવે 1 મહિનાથી ચાલ્યા કરે છે પછી જે થયું તે જબરું છે

બાર્ન રૂલ નામનો એક છોકરો સ્કોટલેન્ડની યુનિવર્સીટી ઓફ એડિનબર્ગમાં ઇતિહાસ અને પોલિટિક્સ ભણતો હતો. 7 સપ્ટેમ્બરના રોજ તેને યુનિવર્સીટી છોડવાનો નિર્ણય કર્યો હતો. એ જ રાતે બાર્ન તેના મિત્રો સાથે પાર્ટી કરવા ક્લબ ગયો હતો. અડધી રાત્રે જયારે બાર્નને નશો ચઢ્યો તો એ ક્લબની બહાર નીકળી ગયો. એ નશાને ઉતારવા બાર્ન ચાલવા લાગ્યો હતો. એ સમયે બાર્ન ફક્ત તેનો નશો ઉતારવા અને મનને શાંત કરવા માટે ચાલતો હતો.

નશામાં જ બાર્ન 20 કિલોમીટર ચાલી ગયો હતો. જયારે તે ભાનમાં આવ્યો અને તેને સમજાયું હતું કે તે નશાની હાલતમાં આટલું ચાલી ગયો હતો. ત્યારબાદ બાર્નએ વિચારી લીધું કે હવે તેને અટકવું નથી બસ ચાલતા રહેવું છે. હવે ત્યારથી લઇને અત્યાર સુધી બાર્ન ચાલ્યા જ કરે છે.

image source

બાર્ન ચેસ્ટરનો રહેવાસી છે. ચેસ્ટરથી રોસ, પછી વાય અને પુલ, બ્રીકબેક્યૂથી પોર્ટબેટ અને સેંટ જર્મન અને ત્યાંથી રેને અને ત્યાંથી નનટેજ અને પછી ઍન્જેર્સથી થઈને બોરડીયુકસ પહોંચ્યો છે. છેલ્લે સ્પેનના વૅલેન્શિયા જઈ અને તેની આ સફર પૂરી થશે.

આ ટ્રીપનો બધો ખર્ચ તે જાતે જ ઉઠાવે છે. બાર્ન એક દિવસમાં લગભગ 32 કિલોમીટર ચાલે છે. અત્યાર સુધી બાર્ન લગભગ 800 કિલોમીટર ચાલી ગયો છે. આ વાત પર બાર્નએ કહ્યું હતું કે, ‘હું હંમેશાથી ચાલીને સ્પેન જવા માંગતો હતો પણ એવું હું કરી ન શક્યો પણ એ દિવસે જયારે નશાની હાલતમાં ચાલવાનું શરુ કર્યું એ પછી હવે હું અટકવા નથી માંગતો.’

image source

યુનિવર્સીટી છોડવાની બાબતે બાર્નએ કહ્યું હતું કે, ‘એ યુનિવર્સીટી મારી માટે નહતી. એટલે એવું નથી કે એ યુનિવર્સીટી ખરાબ છે કે હું તેને ગંભીરતાથી લેતો ન હતો પણ બસ એ મારા માટે નથી. મારા માતાપિતા મારા નિર્ણયની સાથે છે. મને એવું લાગે છે કે હવે હું વધારે શીખી રહ્યો છું. કારણકે કે મને ટ્રાવેલિંગમાં રસ છે.’

બાર્નએ વધુમાં જણાવ્યું હતું કે એ રોજ ઘણું નવું નવું શીખી રહ્યો છે. રસ્તામાં મળતા દરેક લોકો તેને પ્રોત્સાહિત કરે છે. ફ્રાન્સ પાસેથી નીકળતા તેને થોડી ફ્રેન્ચ ભાષા પણ શીખી હતી. બાર્ન તેના દરેક અનુભવને લખી અને એક પુસ્તકરૂપે લોકો સુધી પહોંચાડવા ઈચ્છે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.