VIDEO: આ મહિલાને ક્લબમાં ના ઘુસવા દીધી તો બાઉન્સરને માર્યો ધક્કો અને પછી તેના ઉપર થૂંકી

આપણે જોઈએ છીએ કે લોકો દારૂ પીધા પછી પોતાનું ભાન ભૂલી જાય છે અને એવી હરકતો કરે છે કે તેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. આવું જ કંઈક બન્યું છે બ્રિટેનમાં એક મહિલા સાથે. જે દારૂ પીધા બાદ વિવાદોમાં આવી ગઈ. 24 વર્ષીય શરના વોકર નશાની હાલમાં બર્મિંઘમના એક બારમા પહોંચી હતી. પરંતુ તેની હાલ જોઈને ત્યાં હાજર રહેલા બાઉન્સર ટ્રિસ્ટન પ્રાઈસે કલબમાં  એન્ટ્રી ના આપી જેના બાદ વોકરે હોબાળો મચાવી દીધો હતો.

વોર ચેસ્ટરની રહેવા વળી વોકર ક્લબમાં એન્ટ્રી ના મળવા ઉપર હિંસક થવા લાગી. તેને પ્રાઇસને ધક્કો માર્યો, તેને નસલભેદી શબ્દો કહ્યા અને ક્લબ છોડીને જતા પહેલા પાછા વાળીને ગાળો બોલતા તેના ઉપર થૂંકી પણ. એટલું જ નહીં વૉકરને તેની બેગ ના મળી તો તે પ્રાઇસ ઉપર ગુસ્સો કરવા લાગી અને તેને બેગ લાવવાનું કહેવા લાગી.

તો આ ઘટના બાબતે 26 વર્ષીય પ્રાઈસે જણાવ્યું કે તે આ ઘટનાના કારણે શોકમાં છે. તેને બર્મિંઘમ મેલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે “હું કોઈપણ પ્રકારનો વિવાદ ઉભો કરવા નહોતો માંગતો. પરંતુ એ જરૂરી છે કે આ મહિલાના વ્યવહારને લઈને તેને જવાબદાર ગણવામાં આવે. આ પહેલા પણ મારી સાથે કેટલીક અસહજ ઘટનાઓ બની ચુકી છે. એકવાર તો એક વ્યક્તિએ મારા ઉપર નોકરી દરમિયાન ચાકુથી હુમલો કરી દીધો હતો.

પ્રાઈસે આગળ જણાવ્યું કે આમ મહિલાએ જે મારી સાથે વર્તન કર્યું તેની તુલના કોઈ ઘટના સાથે કરી શકાય એમ નથી. તમને જણાવી દઈએ કે પ્રાઇસ છેલ્લા એક વર્ષથી આ બારમા કામ કરી રહ્યો છે. તેને કહ્યું કે નસલભેદી ટિપ્પણીઓ ઘણા સ્તર ઉપર નકારાત્મક અસર કરે છે અને તેને સહન નથી કરી શકાતું. હું આ મામલામાં ન્યાયની આશા રાખું છું.

આ મહિલા ઉપર એ પણ આરોપ છે કે તેને પ્રાઇસ ઉપરાંત એક બીજી વ્યક્તિ ઉપર પણ નસલભેદી ટિપ્પણીઓ કરી હતી અને બારની બહાર પ્રોપર્ટીને નુકશાન પહોચાડ્યું હતું. આ મામલામાં વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા ખાતરી કરવામાં આવી છે કે તેમને વોકરની ધરપકડ કરી લીધી છે. જો કે પુછપરછ બાદ તેને જામીન પણ મળી ગયા છે અને હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

Niraj Patel