પીધેલી હાલતમાં વરરાજાએ કન્યાના બદલે તેના સાસુને પહેરાવી દીધી વરમાળા, પછી શું થયું ? જુઓ વાયરલ વીડિયોમાં

લગ્ન પ્રસંગોમાં દારૂ પીવો હવે જાણે એક પ્રથા બની ગઈ છે, ગુજરાતની અંદર પણ દારૂબંદી હોવા છતાં લગ્ન અને કેટલાક પ્રસંગોમાં દારૂની રેલમછેલ ઊડતી પણ આપણે જોઈએ છીએ. પરંતુ લગ્નમાં જો વરરાજા જ દારૂ પી અને ટલ્લી થઇ જાય તો ?  સોશિયલ મીડિયામાં હાલ એવા જ એક વરરાજાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોની અંદર વરરાજા નશામાં એટલો ટુન્ન થઇ ગયો હોય છે કે તેની પત્નીના બદલે વરમાળા તે તેના સાસુના ગળામાં નાખી દે છે. નિરંજન મહાપાત્રા નામના એક યુઝર્સ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં હરિયાણવી ગીત “સોરી ડાર્લિંગ” વાગી રહ્યું છે. જે તેને વધુ મજેદાર બનાવે છે.

આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે “થોડી વધારે પી લીધી યાર.” આ વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે જેવો વરરાજા ફરીથી દુલ્હનના ગળામાં વરમાળા નાખવા માટે જાય છે કે તરત જ પડી જાય છે. જુઓ તમે પણ આ મજેદાર વીડિયો….

Niraj Patel