ખબર

આ છોકરી દારુ ઢીચીને વોશિંગ મશીનમાં ઘૂસી ગઈ, પછી ન થવાનું થયું, જુઓ વિડીયો

ઘણા લોકોને આપણે દારૂના નશામાં ચૂર થઈને ગમે ત્યાં પડેલા જોયા હશે, ઘણા લોકો તો ગટર અને રસ્તા ઉપર પણ દારૂ પીને પડી રહેતા હોય છે, પરંતુ આ બધા વચ્ચે એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી દારૂના નશામાં એટલી ચૂર થઇ ગયી હોય છે કે ઘરના વોશિંગ મશીનમાં જ ઘુસી જાય છે અને તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટિમ બોલાવવી પડે છે.

Image Source

આ યુવતીએ પાર્ટીની અંદર પોતાના મિત્રો સાથે એટલો નશો કરી લીધો કે તેને કોઈ વાતનું ભાન જ ના રહ્યું. ત્યારબાદ ખબર નહીં તેના દિમાગની અંદર કેવો વિચાર આવ્યો હશે કે તે સીધી વોશિંગ મશીનમાં જ જઈને ઘુસી ગઈ.

Image Source

આ યુવતી મશીનમાં તો ઘુસી ગઈ પરંતુ જયારે ભાન આવ્યું ત્યારે ખરી જોવા જેવી થઇ. તે બાહર નીકળવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ તેની કમરનો ભાગ મશીનમાં જ ફસાઈ ગયો, અને તે મશીનમાં જ અટવાઈ ગઈ.

Image Source

તેની સાથે રહેતા તેના મિત્રોએ જોયું કે તે મશીનમાં ખરેખર અટવાઈ ગઈ છે. તેના મિત્રોએ પણ તેને બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ ઘટના ઘણી ગંભીર છે એમ સમજીને તેમને તરત જ ફાયર ફાયટરની ટીમને ફોન કર્યો. અને ફાયર ફાયટરની રેસ્ક્યુ ટિમ તે યુવતીને બહાર કાઢવા માટે આવી પહોંચી.

આ યુવતીનું નામ છે રોજી કોલ. તે 21 વર્ષની વિદ્યાર્થીની છે. મંગળવારની સાંજે તેને પોતાના મિત્રો સાથે વાઈન અને હનિ ટકિલાની મઝા માણી હતી, જ્યારે તે પોતાના ઘરે આવી ત્યારે તેને મનમાં થયું કે તે વોશિંગ મશીનમાં ઘુસી જાય, પરંતુ ઘુસ્યા પછી થોડા સમય બાદ તેને પોતાની ભૂલ ઉપર પછતાવો થયો.