...
   

બુલેટની ટાંકી પર છોકરીને બેસાડી, ચાલુ બાઈક પર રોમાન્સ કરતા કરતા હોળી રમનારા કપલનો વીડિયો વાયરલ, પોલીસ આવી એક્શન મોડમાં

ચાલુ બાઈક પર રોમાન્સ કરવાનો વધુ એક વીડિયો વાયરલ, હોળીના તહેવાર પર લાજ શરમ રાખ્યા વગર બુલેટની ટાંકી પર બેઠેલી યુવતીએ યુવકને… જુઓ વીડિયો

આજના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો અલગ અલગ નાટકો કરતા હોય છે. ઘણીવાર લોકો ચાલુ બાઈક પર એવા એવા સ્ટન્ટ કરતા હોય છે જેને લઈને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. તો ઘણીવાર એવા વીડિયો પણ સામે આવે છે જેમાં કોઈ કપલ ચાલુ બાઈક પર જ રોમાન્સ કરતું હોય.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હોળીના તહેવારનો છે અને તેમાં રસ્તા પર બુલેટની ટાંકી પર એક યુવતીને બેસાડીને એક યુવક બાઈક ચલાવી રહ્યો છે. બંને રંગોથી રંગાયેલા પણ જોવા મળી રહ્યા છે. આ કપલ ચાલુ બાઈક પર જ રોમાન્સ કરતું નજર આવી રહ્યું છે, મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો જયપુરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં પ્રેમી યુગલ જે બુલેટ બાઇક પર મુસાફરી કરી રહ્યું છે તેનો રજિસ્ટ્રેશન નંબર રાજસ્થાનનો છે. હવે આ વીડિયો પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો છે. આરોપી બુલેટ ચાલકની શોધ કરવામાં આવી રહી છે, તેના આધારે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. આ પહેલા પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

વાયરલ વીડિયોમાં બુલેટ પર સવાર કપલ હેલ્મેટ વગર જોવા મળી રહ્યું છે. યુવતી પેટ્રોલની ટાંકી પર બેઠી છે અને બાઇક સવાર યુવકને વળગી રહી છે. યુવતીએ પણ હેલ્મેટ પહેર્યું નથી. આ વીડિયો જયપુરના જવાહર સર્કલ સ્ક્વેરનો હોવાનું કહેવાય છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. લોકોનું કહેવું છે કે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં યુવકની ધરપકડ કરવામાં આવશે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Niraj Patel