વાયરલ

આ વ્યક્તિનું રીક્ષા ડ્રાઈવિંગ જોઈને ખુશ થઇ ગયા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા, સ્ટન્ટ કરતો શેર કર્યો વીડીયો

ભારતની અંદર જુગાડ અને સ્ટન્ટ બંને ખુબ જ પ્રચલિત છે. ઘણી જગ્યાએ ઘણા લોકોને તમે સ્ટન્ટ કરતા જોયા હશે, જે પોતાના વાહનો ઉપર એવા અજીબો ગરીબ સ્ટન્ટ કરતા હોય છે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે અને આવા સ્ટન્ટ જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે.

ત્યારે હાલમાં જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એવા જ એક રીક્ષા ડ્રાઈવરના સ્ટન્ટનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેના આ સ્ટન્ટ અને તેના ડ્રાઈવિંગને જોઈને ઘણા લોકો પણ હેરાન રહી ગયા છે. ગિનિસ બુક દ્વારા આ વીડિયોને 6 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવ્યો હતો.

વીડિયોની અંદર જોવા મળી રહેલો રીક્ષા ડ્રાઈવર ચેન્નાઈનો છે. અને આ વીડિયો 2016નો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે તે રીક્ષા ચલાવી રહ્યો છે. વીડિયોની અંદર જગતિશ એમને રીક્ષા ઉપર 2.2 કિલોમીટરની દુરી પાર કરતો જોઈ શકાય છે. આ વીડિયો હાલ ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે. અને આ અવિશ્વસનીય સ્ટન્ટે લોકોને પણ હેરાનીમાં નાખી દીધા છે.


આ વીડિયોને શેર કરવાની સાથે જ ગિનિસ બુક દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર લખવામાં આવ્યું છે કે “એપિક ઓટો રીક્ષા સાઈડ વ્હીલી. ચેન્નાઇના ઓટો રીક્ષા ચાલક જગતિશ એમે ભારતના ટુક ટુક રીક્ષાને એક તરફ ડ્રાઈવ કરવાનો રેકોર્ડ કાયમ કર્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયોને અત્યાર સુધી 4 લાખ કરતા પણ વધારે વાર જોવામાં આવ્યો છે.