એમેઝોનના ડિલિવરી બોયનો ચોંકાવનારો ખુલાસો, 10 કલાકની શિફ્ટમાં કરવો પડે છે બોટલમાં પેશાબ, જાણો સમગ્ર મામલો

હાલમાં લોકો બજારમાંથી વસ્તુ ખરીદવાના બદલે ઓનલાઇન મંગાવવામાં જ સરળતા માને છે, કારણ કે ત્યાં તેમને ડિસ્કાઉન્ટ સાથે વસ્તુ રિટર્ન કરવાની પોલિસી પણ મળતી હોય છે, જેના કારણે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઘણી ઈ-કોમર્સ વેબસાઈટનું ચલણ હાલમાં વધ્યું છે.

 

ત્યારે આ દરમિયાન જ દુનિયાની સૌથી લોકપ્રિય બેબસાઇટમાંની એક એમેઝોન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓના શોષણ કરવાનો આરોપ લાગી રહ્યો છે. હવે અમેરિકાના એક નેતાના ટ્વીટ ઉપર પ્રતિક્રિયા આપ્યા બાદ એમેઝોન કંપની ફરી વિવાદોમાં સપડાઈ ચુકી છે.

માર્ક પોકન નામના એક વ્યક્તિએ પોતાની ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે પોતાના કર્મચારીઓને 15 ડોલર પ્રતિ કલાક આપવાથી તમે પ્રોગ્રેસિવ વર્ક સેપ્સ નથી બનાવી શકતા. ખાસ કરીને ત્યારે જયારે તમારા કર્મચારીઓને કામના ભારના કારણે બોટલમાં જ પેશાબ કરવો પડે છે.

આ ટ્વિટની પ્રતિક્રિયા આપતા એમેઝોન દ્વારા લખવામાં આવ્યું છે કે “તમે બોટલોમાં પેશાબ વાળી વાતમાં વિશ્વાસ નથી કરતા, બરાબર ને ? કારણ કે જો આવું હોતું તો કોઈપણ અમારા માટે કામ ના કરતું. હકીકત એ છે કે અમારી સાથે એક મિલિયનથી પણ વધારે શાનદાર કર્મચારીઓ હાજર છે જે અમારા કામને લઈને ખુબ જ ગર્વ અનુભવે છે અને આ લોકોને ના ફક્ત સારો પગાર પરંતુ સારું હેલ્થ કેયર પણ પહેલા દિવસથી જ મળવાનું શરૂ થઇ જાય છે.”

એમેઝોન દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા પત્રકાર અને એક્ટિવિટિસ્ટ આ કંપની વિશે સાબીતીઓ આપીને એમેઝોનને આ ટ્વીટને લઈને અરીસો બતાવી રહ્યા છે.

લોરેન નામની એક મહિલાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “એક લેબર રિપોર્ટરની રીતે મેં એમેઝોનને બહુ સારી રીતે કવર કર્યું છે. હું દાવા સાથે કહી શકું છું કે એમઝોનનો વર્ક લોડ એવો છે કે ડ્રાઈવરને પેશાબ કરવા માટે બહુ જ સંઘર્ષ કરવો પડે છે.” આ ઉપરાંત જેમ્સ બ્લ્ડવર્થ નામના એક વ્યક્તિએ લખ્યું છે કે “હું જ એ વ્યક્તિ છું જેને બોટલમાં પેશાબ મળ્યો હતો. મારો વિશ્વાસ કરો આવું થાય છે.”

આ ઉપરાંત મધરબોર્ડ વેબસાઈટ સાથે વાતચીતમાં એમેઝોનના એક ડિલિવરી વર્કરનું કહેવું છે કે તેને પોતાની 10 કલાકની શિફ્ટમાં 300 પેકેજ પહોંચાડવાના હોય છે. જો તે વધારે સમય લે છે તો તેની નોકરી જવાનો ખતરો વધી જાય છે. આ ડ્રાઈવરે આગળ જણાવ્યું કે અમારું શિડ્યુલ ખુબ જ ટાઈટ હોય છે. જેના કારણે એમેઝોનના ડિલિવરી ડ્રાઈવરને બોટલમાં પેશાબ કરવો પડે છે. અમારા માટે બાથરૂમ કે ટોયલેટ શોધવાનો ઘણીવાર ઓપશન નથી હોતો.

Niraj Patel