આ ડ્રાઈવરથી જો જરા પણ ભૂલ થઇ ગઈ હોત તો તેના રામ રમી જતા? જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો નીચેની બાજુએ રોડ છે ખીણ નથી

પહાડી વિસ્તારોમાં વાહન ચલાવવું એ નાના બાળકોની રમત નથી. અહીં એક નાની ભૂલ જીવનને મૃત્યુમાં ફેરવી શકે છે. જો કે, આ રસ્તાઓ પર ચાલતા ચાલકો વાહન ચલાવવામાં એટલા પારંગત બની જાય છે કે તેઓ પાતળા રસ્તા પર પણ આરામથી વાહન ચલાવી શકે છે. જ્યારે શહેરોમાં, નવા ડ્રાઇવરો આવી જગ્યાએ મોટરસાઇકલ પણ ફેરવી નથી શકતા.

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ‘હેવી ડ્રાઈવર’નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનું પરાક્રમ જોઈને તમે હસશો નહીં, પણ ચોંકી જશો!  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાંકડા પહાડી માર્ગ પર ભૂરા રંગની કાર ફરી રહી છે. પરંતુ જ્યાંથી વાહનને ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે તે રસ્તો ખૂબ જ સાંકડો છે.

કારને ફેરવતી વખતે પણ તેના પાછળના ટાયર ખાઈ તરફ હવામાં લટકતા હોય છે. પરંતુ ડ્રાઇવરનું ગાડી ઉપર અદ્ભુત નિયંત્રણ છે. જેના કારણે તે કારને નીચે ખાઈમાં પડવા દેતો નથી. આ વીડિયોમાં જે રસ્તો દેખાઈ રહ્યો છે તેની એક તરફ ઊંડી ખીણ છે જ્યારે બીજી તરફ પહાડ છે. આ રસ્તા પર કાર ઊભી છે અને ડ્રાઈવર કારને ફેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ડ્રાઈવરે જે રીતે કાર ફેરવી તે ખરેખર અદ્ભુત છે.

સોશિયલ મીડિયામાં યુઝર્સ પણ આ ક્લિપ જોઈને ચોંકી ગયા છે. સેંકડો યુઝર્સે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કેટલાક યુઝર્સે કહ્યું કે શું આ ખરેખર સાચું છે? સાથે જ કેટલાકે લખ્યું કે આ રીતે કોણ ગાડી ચલાવે છે. જ્યારે મોટાભાગના યુઝર્સે હેવી ડ્રાઈવરની કુશળતા જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જોકે, આ પહેલો કિસ્સો નથી. ભારતમાં આવા ઘણા પહાડી રસ્તાઓ છે, જે ડ્રાઇવિંગ માટે ઘાતક માનવામાં આવે છે.

Niraj Patel