ફાટક ખુલવાની રાહ જોઈને ઉભા હતા લોકો, ટ્રેન ફાટક પાસે આવી અને કચોરી લેવા માટે ઉભી રહી, એક વ્યક્તિએ બનાવ્યો વીડિયો અને થઇ મોટી કાર્યવાહી

ખાવાનો શોખ કોને ના હોય, આપણે ગમે ત્યાં જઈએ ત્યાંની ફેમસ વસ્તુ જરૂર ખાઈએ. રસ્તામાં પણ બસમાં કે ટ્રેનમાં જતા હોય છે અને ફેરિયા દ્વારા કોઈ વસ્તુ વેચાવવા માટે આવે તો આપણે તરત લઇ લેતા હોઈએ છીએ. પરંતુ ટ્રેનના ડ્રાઈવરને જો ચાલુ ટ્રેને કઈ ખાવાનું મન થયું તો ? હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટ્રેનનો લોકો પાયલોટ આખી ટ્રેન ફક્ત કચોરી ખાવા માટે રોકી દે છે.

આ વાયરલ વીડિયો સામે આવ્યો છે રાજસ્થાનના અલ્વરમાંથી. જ્યાં કચોરી ખાવા માટે ટ્રેન એન્જીનના લોકો પાયલોટે સ્ટેશન પહેલા જ ફાટક પાસે ટ્રેન રોકી દીધી, જેનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો અને હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો ટ્રેનના લોકો પાયલોટને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ હાથમાં થેલી લઈને ફાટક પાસે ઉભો છે. તે ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યો છે. તે પાટાની એકદમ નજીક જાય છે, તેના હાથમાં પ્લાસ્ટિકના એક ઝભલાની અંદર કચોરી છે. થોડીવારમાં જ ત્યાં ટ્રેન આવી જાય છે અને તે ટ્રેનના લોકો પાયલોટને હાથમાં રહેલી કચોરીની થેલી પકડાવી દે છે અને પછી ટ્રેન આગળ ચાલવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ત્યારે અલવરમાં કચોરી લેવા માટે સ્ટેશન પહેલા ફાટક ઉપર ટ્રેનના એન્જીનને રોકવાનો વીડિયો વાયરલ થયા બાદ સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ સહીત પાંચ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જયારે ટ્રેન ફાટક પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે ફાટક બંધ હતું અને ફાટક ખુલવાની રાહ જોઈએ રહેલા એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

Niraj Patel