જૂનાગઢની યુવતીને દુબઈનો યુવક ગમ્યો, યુવકે કહ્યું હું મોલનો માલિક છું, BMW છે, કરોડોની પ્રોપર્ટી છે અને છેલ્લે ભોપાળું છતું થયું

જૂનાગઢમાં દીકરી માં-બાપને દવા આપીને ભાગી ગઈ, હાઈફાઈ લાઇફસ્ટાઇલ જીવતા દુબઈના યુવકની હકીકત સામે આવી તો હોંશ ઉડી ગયા બધાના….

જૂનાગઢમાંથી ગઇકાલના રોજ એક ખબર સામે આવી, જેમાં એક યુવતી સોશિયલ મીડિયાના દુર્પયોગનો શિકાર બની છે. જૂનાગઢની યુવતિ અને ઉત્તરપ્રદેશના બરેલીનો યુવાન ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. આ યુવકે મોટી મોટી વાતો કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને પછી યુવતિ પણ પ્રેમમાં અંધ બની ઘરેથી ભાગી ગઇ. આ મામલે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ જૂનાગઢ પોલીસ ઉત્તરપ્રદેશ જઈ યુવતી અને તેના પ્રેમીને શોધી લાવી હતી. હાલ તો યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી વર્ષ 2017માં બરેલીના એહમદ નફીસના પરિચયમાં આવી અને તેણે પોતે દુબઈમાં પોતાને મોલનો માલિક ગણાવ્યો. ત્યારે હવે એ હકિકત સામે આવી છે કે, રાહત અહેમદ જે પોતાને બિઝનેસમેન ગણાવતો હતો અને દુબઈમાં હોટલ-મોલ હોવાની વાત કરતો તે તો ધોરણ 10 પાસ છે અને તે દુબઈમાં ડ્રાઈવીંગનું કામ કરે છે. આ ઉપરાંત એ પણ વિગત સામે આવી છે કે, તેના પિતા બંને પગે અપંગ છે.

જ્યારે આ યુવતી રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં ગઈ ત્યારે તેનું પેમેન્ટ યુવતીના પિતાના ગુગલ પે એકાઉન્ટમાંથી કરાયું હતુ અને ત્યાંથી રાહત તેને લઈ ગયો હતો. થોડા સમય પહેલા યુવકે યુવતીને પોતે બરેલી આવ્યો હોવાનું કહ્યું અને યુવતીએ પૈસા ન હોવાથી પોતાના માતા-પિતાના ભોજનમાં ઘેનની ગોળી નાખી બેભાન કરી અને માતા-પિતાના ડેબીટ તેમજ ક્રેડીટ કાર્ડ લઇ નાસી ગઇ હતી. એહમદે યુવતીને ફોન કરી કહ્યુ હતું કે તે હવે બરેલી આવી ગયો છે અને તે પણ આવી જાય.

જે બાદ યુવતીએ કહ્યુ હતુ કે, આવવું મુશ્કેલ છે ત્યારે યુવકે બરેલીથી કુરિયરમાં ઘેનના ટીકડા મોકલ્યા અને 6 ડીસેમ્બરના રોજ યુવતી પાસ ઘેનના ટીકડા આવ્યા બાદ 7 ડીસેમ્બરે તેણે માતા-પિતાના ભોજનમાં ટીકડા નાખી તેમને બેભાન કર્યાઅને ડેબિટ-ક્રેડીટ કાર્ડ લઇ રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં જતી રહી. જો કે ભાનમાં આવ્યા બાદ માતા-પિતાને ખ્યાલ આવ્યો કે તેમની સાથે શું થયુ છે. ત્યારે તેમણે સી. ડીવીઝન અને ક્રાઈમ બ્રાંચ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરી

અને બરેલીનું લોકેશન મળતા પોલીસ ત્યાં પહોચી અને યુવક રાહત એહમદ નફીસ એહમદને યુવતી સાથે ઝડપી લીધી હતી. યુવતીએ કુલ 2.40 લાખનું ટ્રાજેક્શન કર્યું હતું. જોકે પોલીસે 1.71 લાખ રીકવર કર્યા છે. યુવતીના પિતાએ યુવતી સામે ફરિયાદ દાખલ કરી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, એવું સામે આવ્યુ કે યુવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટથી દિલ્હી પહોંચી અને જ્યાંથી યુવક તેને લઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના ક્રેડીટ કાર્ડમાંથઈ અલગ અલગ પેટ્રોલપંપ પર 60 હજાર, અને પોણા બે લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધાની વિગતો સામે આવી છે.

Shah Jina