જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

જે કોર્ટમાં દાદા હતા ચોકીદાર, પિતા હતા ડ્રાઈવર તે જ કોર્ટમાં પુત્ર બન્યો જજ, વાંચો પ્રેરણાદાયક સ્ટોરી

જો કોઈ પણમાણસ સફળતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તે સફળતાની સિડી ચડવા માટે તનતોડ મહેનત કરે છે. અને સફળતા હાંસિલ કરીને રહે છે. આવો જ એક કિસ્સો હાલમાં ઇન્દોરમાં સામે આવ્યો છે.

મધ્ય પ્રદેશ ના ઇન્દોરમાં રહેતા 26 વર્ષીય ચેતન બજાડને સિવિલ જજ ક્લાસ 2ની પરીક્ષામાં સફળતા હાંસિલ કરી છે. ખાસ વાત તો એ છે કે, ચેતનના પિતા ઇંદોરની જિલ્લા કોર્ટમાં ડ્રાઈવર છે. જ્યારે એના દાદા આ જ અદાલતમાં ચોકીદાર રહી ચુક્યા છે.

Image Source

મધ્યપ્રદેશના જબલપુરમાં લેવામાં આવેલી સિવિલ જજ ક્લાસ 2ની પરીક્ષામાં ચેતન બજાડે ઓબીસીમાં 13મોં રેન્ક હાંસિલ કર્યો છે. તેને લેખિત પરીક્ષામાં 450માંથી 257.5 માર્ક મેલ્યા છે.

Image Source

ચેતને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,મારા પિતા ગોવર્ધનલાલ બજાડ ઇંદોરની જિલ્લા કોર્ટમાં ડ્રાઈવર છે. મારા દાદા હરિરામ બજાડ આ જ અદાલતમાં ચોકીદાર હતા.

Image Source

વધુમાં કહ્યું હતું કે, મારા પિતાનું હંમેશાથી એક સપનું હતું કે, તેના ત્રણ પુત્રોમાંથી એક પુત્ર જજ બને. મારા બન્ને ભાઈઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ તેને અસફળ રહ્યા હતા. આખરે મેં આ સપનું પૂરું કર્યું. પિતાને આદર્શ બતાવનાર ચેતને જણાવ્યું હતું કે, એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સિવિલ જજ ક્લાસ2ની ભરતી પરીક્ષામાં ચોથા પ્રયાસે સફળતા પ્રાપ્ત કરી હતી.

Image Source

સામાન્ય કુટુંબમાંથી આતા ચેતનની દુનિયા આ સફળતા બાદ બદલાઈ ગઈ છે. ઘણા લોકો તેની સફળતાની કહાની સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. ચેતને કહ્યું હતું કે, જજ તરીકેનું મહત્વની જવાબદારી વળી ખુરશીમાં બેસતા જ મારો પ્રયાસ એવો રહેશે કે હંમેશા લોકોને જલ્દી ન્યાય મળે.

Image Source

ચેતને જણાવ્યું હતું કે, હું બાળપણથી ઈચ્છતો હતો કે હું જજ બનીશ, અને તે માટે એલએલબીની ડિગ્રી લીધા બાદ તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. પરીક્ષાના સમયે સોશિયલ મીડિયાથી પણ દૂર રહ્યો હતો. સાથે જ દેશ-વિદેશમાં કાનૂનને લઈને શું ચાલી રહ્યું છે તે વિષે પણ અપડેટ લેતો હતો. હું મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરતો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks