માનવતા હજુ પણ જીવે છે, જેનું ઉમદા ઉદાહરણ રોડ પર જોવા મળ્યું, ટેમ્પો વાળાએ હાથ રીક્ષા વાળાની એવી રીતે કરી મદદ કે લોકો બોલ્યા, “મદદ કરવા પૈસાની જરૂર નથી હોતી,” જુઓ વીડિયો
Auto Pushing Thela Viral Video: સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને કેટલાય વીડિયો વાયરલ તથા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર કેમેરામાં કેટલાક એવા નજરા પણ કેદ થઇ જાય છે જે આંખોના પોપચાં પણ ભીના કરી દે. તો કેટલાક લોકો એવા હોય છે જે માનવતાની મહેક પણ મહેકાવી જતા હોય છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રીલ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે – ઉદારતા અને માનવતાથી મોટું કંઈ નથી. વાયરલ રીલમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની ક્ષમતા કરતા વધુ વજન મૂકીને હાથલારી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ કામ કરવામાં તેને ઘણી તકલીફ પડી રહી છે. પરંતુ કોઈક રીતે, પૂરા બળથી, તે સામાનથી ભરેલી તેની હાથ રીક્ષાને ખેંચવાનો પ્રયાસ કરે છે. એટલામાં જ પાછળથી આવી રહેલા એક ટેમ્પો ડ્રાઈવરને તેના પર દયા આવે છે અને પછી તે મીની ટેમ્પો દ્વારા હાથ રિક્ષાને પાછળથી જ ધકેલવા લાગે છે અને તેના કારણે હાથ રીક્ષા ફટાફટ ચાલવા લાગે છે.
View this post on Instagram
સોશિયલ સાઈટ પર લોકો આ ઓટો ડ્રાઈવરના ખૂબ વખાણ કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા શેર કરાયેલા આ વીડિયોને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. યુઝર્સ કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એકે કહ્યું- બહુ સરસ, મારો દિવસ બની ગયો. અન્ય એક ટિપ્પણી કરી – હૃદય સ્પર્શી વિડિઓ.