હે ભગવાન… આ શું થઇ રહ્યું છે ? છકડો ચલાવતી વખતે જ ડ્રાઈવરને આવી ગયો હાર્ટ એટેક, રસ્તામાં જ પડી ગયો અને પછી થયું મોત

બાબરા અમરેલી હાઈવે પર ચાલુ છકડાના ચાલકને આવ્યો હાર્ટ એટેક, ઘટનાના CCTV આવ્યા સામે- Video

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Driver Dies Of Heart Attack In Running Rickshaw : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં કેટલાય લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટતા હોય છે, ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલ વધુ એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. બાબરા અમરેલી હાઇવે પર એક યુવકને છકડો ચાલવતા દરમિયાન જ હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

ચાલુ છકડામાં હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઓઘડભાઈ પોલભાઈ મુંધવા તેમનો છકડો લઈને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના છકડામાં પેસેન્જર પણ ભરેલા હતા. તે દરમિયાન જ તેમને છડકો ચાલવતા દરમિયાન જ હાર્ટ એટેક આવતા જ તે છકડા પરથી રોડ પર પડી ગયા હતા અને છકડો પણ ડ્રાઈવર વગર આગળ વધી ગયો હતો. પરંતુ સદનસીબે પેસેન્જરનો બચાવ થયો હતો. રોડ પર પડેલા ડ્રાઈવરને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.

CCTVમાં કેદ થઇ ઘટના :

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ઓઘડભાઈ પોતાનો છકડો લઈને જઈ રહ્યા છે આ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવતાની સાથે તેઓ રોડ પર પડી જાય છે અને પછી છકડો બાજુના રોડ પર ચાલ્યો જાય છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ઘટના બની ત્યારે છકડામાં 3 પેસેન્જર પણ સવાર હતા. જો કે ડ્રાઈવર વગર છકડો સાઈડમાં ચાલ્યો જતા અને સામેથી કોઈ વાહન ના આવતા મોટી દુર્ઘટના ટળી અને અંદર બેઠેલા ત્રણેય લોકોનો બચાવ થયો હતો.

પરિવારમાં છવાયો માતમ :

મૃતક આધેડભાઈ વર્ષોથી છકડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ આજે તેમને અચાનક આવેલો હાર્ટ એટેક તેમનો જીવ લઈને ચાલ્યો ગયો, જેના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ઘટનાને લઈને બાબરા પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel