જિંદગીને કેટલી સસ્તી સાંજે છે લોકો ? પુલ ઉપરથી પુરપાટ ઝડપે વહેતા પાણીમાંથી કાર ચલાવવા ગયો ડ્રાઈવર અને પછી જે થયું તે જોઈને ચીસ પાડી ઉઠશો, જુઓ

ચોમાસામાં દેશભરમાં વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે, નદી નાળા પણ ભયજનક સપાટી ઉપર વહી રહ્યા છે, સોશિયલ મીડિયામાં પણ તેના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે આવા વરસાદમાં ઘણા લોકો સ્ટન્ટ કરવા માટે જતા હોય છે, પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટના ચક્કરમાં તેમનો ભેટો મોત સાથે પણ થઇ જતો હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રોડ ઉપરથી બીજી તરફ પાણી વહી રહ્યું છે. જોતા એવું લાગે છે કે આ એક નદી છે જેના પર પુલ બનાવવામાં આવ્યો છે અને નદીમાં પૂરના કારણે પુલની ઉપરથી પાણી વહી રહ્યું છે. પાણી એટલું ભરેલું છે કે વીડિયોમાં પુલ દેખાતો નથી. વીડિયો જોઈને પાણીના પ્રવાહની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. તો બીજી તરફ કેટલાક વાહનો પણ ઉભેલા જોવા મળે છે. કદાચ તેઓ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા જેથી તેઓ પુલ પાર કરી શકે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે એક ફોર વ્હીલર વાહન પાણીના આ ઝડપી પ્રવાહને પાર કરી રહ્યું છે. એવું લાગે છે કે કારનો ડ્રાઇવર પણ તેને સીધો ચલાવવા અને પ્રવાહને પાર કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ પાણીના આટલા જોરદાર પ્રવાહની વચ્ચે કાર સીધી આગળ વધી શકતી નથી અને પોતાની જાતે જ વળવા લાગે છે. અંતે, તે બીજી બાજુ જાય છે અને ઊંડા પાણીમાં પડી જાય છે. આ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ ચીસાચીસ કરવા લાગી જાય છે.

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “તમારું જીવન વધુ મહત્વનું છે, તેમાં થોડા દિવસોનો વિલંબ થઈ શકે છે. તેની કદર કરૂ છુ. કુદરત કોઈપણ મશીન કરતાં વધુ મજબૂત છે, તેનો આદર કરો.” આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકો અત્યાર સુધી આ વીડિયોને નિહાળી ચુક્યા છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ થઇ શકી નથી.

Niraj Patel